કોરોના અપડેટ:ગાંધીનગરના કલોલની અદાણી શાંતિગ્રામ સોસાયટીમાં પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત, 323 વસાહતીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાએ વિરામ લઈ ગ્રામ્યના કલોલમાં એક સાથે પાંચ લોકોને ભરડામાં લીધા
  • સમગ્ર જિલ્લામાં માત્ર ચૌદ દિવસમાં 20 કોરોના કેસો સામે આવ્યા

ગાંધીનગર જિલ્લામાં માત્ર ચૌદ દિવસમાં સમયગાળામાં 20 કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. આજે કોર્પોરેશન વિસ્તારમાં વિરામ લીધા પછી કોરોનાએ કલોલના અદાણી શાંતિ ગ્રામ સોસાયટીમાં પિતા પુત્રી સહિત પાંચ લોકોને ભરડામાં લેતાં આખી સોસાયટીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર ધ્વારા સંક્રમિતોનાં સંપર્કમાં આવેલા 323 લોકોને હોમ કોરોન્ટઈન કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરના સેક્ટર- 1 માં ગત તા. 30મી નવેમ્બરના રોજ એક નિવૃત્ત અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા જ દિવસે એટલે કે તા.1 ડિસેમ્બરના રોજ આ દર્દીના પરિવારના 3 સભ્યો પણ એક સાથે સંક્રમિત થતાં ત્રણેય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે એકજ પરિવારમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

ત્યારબાદ બીજી તારીખે સેક્ટર- 2માં 70 વર્ષના વૃધ્ધ મહિલા, ત્રીજી તારીખે કોબામાં 26 વર્ષની યુવતી, છઠ્ઠી તારીખે ફરી સેક્ટર-1માં 62 વર્ષના પુરૂષ, સાતમી તારીખે કલોલમાં કતારથી આવેલી 58 વર્ષની મહિલા, તા. 9મીએ સેક્ટર-1માં 26 વર્ષની યુવતી અને સેક્ટર-2માં 30 વર્ષના યુવાન સહિત બે કેસ, તા.10મીએ સેક્ટર-8માં 32 વર્ષની યુવતી, તા. 11ના રોજ કોબામાં કેનેડાથી આવેલી 51 વર્ષની મહિલા અને તા.13મીએ સુઘડના 5 વર્ષની બાળકી તેમજ વૈશ્નોદેવી સર્કલ પાસે અદાણી શાંતિગ્રામમાં 45 વર્ષની ગૃહિણીનો કોરોના પોજીટીવ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તા.14મીએ સેક્ટર-1માં લંડનથી આવેલો 15 વર્ષનો કિશોર કોરોનાગ્રસ્ત થતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ તા.1 થી 14 ડિસેમ્બરના 14 દિવસ દરમિયાન કોરોનાની મહામારીના 15 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. એજ રીતે આજે કલોલની અદાણી શાંતિ ગ્રામ સોસાયટીમાં એક જ પરિવારના 47 વર્ષીય પિતા અને 17 વર્ષીય દીકરી કોરોના પોજીટીવ હોવાનું પુરવાર થયું છે.

આ સિવાય અત્રેની સોસાયટીમાંથી 30 વર્ષીય પુરુષ, 74 વર્ષના વૃદ્ધ તેમજ 76 વર્ષીય વૃદ્ધા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સરકારી દફતરે નોંધ કરાઈ છે. એકજ સોસાયટીમાંથી એકસાથે પાંચ લોકો કોરોના સંક્રમિત થતાં સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કોરોન્ટઈન કરી દેવાયા છે. તેમજ શાંતિ ગ્રામ સોસાયટીમાં આરોગ્ય તંત્રની ટીમે સંપર્કમાં આવેલા લોકોનું લિસ્ટ બનાવી ખાસ મોનીટરીંગ શરૂ કરી દેવાયું છે. ગઈકાલે આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં 110 લોકોને હોમ કોરોન્ટઈન કરાયા હોવાનો ઉલ્લેખ હતો. જ્યારે આજની સત્તાવાર યાદીમાં હોમ કોરોન્ટઈન લોકોની સંખ્યા 323 દર્શાવાઈ છે.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત તા. 13 મી ના રોજ પણ 45 વર્ષીય મહિલા કોરોના પોજીટીવ આવી હતી. જેથી સોસાયટીના 110 લોકોને હોમ કોરોન્ટઈન કરાયા હતા. હવે આજે એકસાથે પાંચ કેસ કોરોનાના સામે આવતા બીજા 213 વસાહતીઓ ને પણ હોમ કોરોન્ટઈન કરાયા છે. આમ અત્યાર સુધીમાં સોસાયટીમાં 323 વસાહતીઓને હોમ કોરોન્ટઈન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...