હુમલો:અડાલજમાં ફ્રૂટનો ભાવ ઓછો લેવા બાબતે 4 લોકોએ વેપારીને માર માર્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડોશી પરિવારે ફ્રૂટનો ભાવ ઓછો લો તેમ કહીને લાકડી, પાઇપથી માર માર્યો હોવાની અડાલજ પોલીસમાં ફરિયાદ

અડાલજમા ફ્રૂટની લારી ચલાવતા વેપારીને પાડોશમા રહેતા લોકોએ રાત્રિના સમયે અમારી પાસે ફ્રૂટનો ભાવ ઓછો લો કહીને લાકડી, પાઇપ અને કુહાડીથી હુમલો કરી માર માર્યો હતો. જેની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા 4 લોકો સામે ગુનો નોંધવામા આવ્યો હતો.

મળતી માહિતી મુજબ દાડમબેન ગોવિંદભાઇ પટણી (રહે, માણેકબા કોલેજની સામેના છાપરામા) અડાલજમા ફ્રૂટની લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. શનિવારે પરિવારના સભ્યો સાથે ઘરે હતા. તે દરમિયાન તેમની બાજુમા રહેતા રમેશ પટણી, તેમની પત્નિ ચંદા પટણી, દિકરો રાકેશ પટણી અને ભરત પટણી ઘરે ગયા હતા. તે સમયે તેમણે કહ્યુ હતુ કે, રાત્રિના સમયે તમે અમારી પાસે ફ્રુટનો ભાવ ઓછો કેમ લેતા નથી કહીને ઝગડો કર્યો હતો.જ્યારે માતા, પિતા દિકરો અને અન્ય એક વ્યક્તિ સહિત તમામ લોકો ઉશ્કેરાઇ ગયા હતા. મનફાવે તેમ ગાળો બોલી મારામારી કરવા લાગ્યા હતા. જેમા રાકેશે ફરિયાદીના દિકરા વિજયને ઉંધી કુહાડી મારતા માથાના ભાગે વાગી હતી. જ્યારે ભરતે મેહુલને છાતીના ભાગે પાઇપ અને રમેશે દાડમબેનને પાઇપ, જ્યારે ચંદાએ ધોકો માર્યો હતો. જેને લઇને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ બબાલ થતા આસપાસના લોકો બચાવમા દોડી આવ્યા હતા. જેથી તમામ આરોપીઓ ભાગી ગયા હતા અને જતા જતા કહ્યુ હતુ કે, તમે એકલા મળશો તો જીવતા નહિ રહેવા દઉ. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા નોંધાવતા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...