ધરપકડ:અડાલજમાં સેન્ટ્રલ બેંકનું એટીએમ તોડનારા 2 રીઢા ગુનેગાર ઝડપાયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 2 માસ પહેલાં જ જેલમાંથી છૂટેલા ગુનેગારે આર્થિક તંગીથી પ્લાન કર્યો હતો

ગત 27મીના રોજ અડાલજ શક્તિ કોમ્પ્લેક્ષમા આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનુ એટીએમ તોડવાના ઇરાદા સાથે બે લોકો પ્રવેશ્યા હતા. જેમા પહેલા મશીનના ગેઝેટને તોડ્યા બાદ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તુટી ન હતી.

આ બનાવની ફરિયાદ મયંક રાકેશકુમાર દ્રિવેદી (રહે, સકલ રેસીડેન્સી, અમદાવાદ. મૂળ રહે, ગોમતીનગર, યુપી) મેનેજરે અડાલજ પોલીસ મથકમા નોંધાવી હતી. જ્યારે એટીએમ મશીનમા રૂપિયા મુકવાવાળા ગેઝેટના આગળના ભાગને તોડવામા આવ્યો હતો. પરંતુ તિજોરી ખોલવાનો પ્રયાસ કરાયો હતો. બનાવ એટીએમ પાસે રાખવામા આવેલા સીસીટીવીમા કેદ થવા પામ્યો હતો. એલસીબી 1ના પીઆઇ એચ.પી.ઝાલાની આગેવાનીમાં ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.

દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ ચોકડી પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમા જોવા મળી રહ્યા છે. પોલીસની ટીમ પહોંચતા ઇરફાન રસુલમીયા મલેક (રહે, ભટીકાકાના મકાનમા, ગુલીસ્તાપાર્ક સોસા. મૂળ રહે, આંબલીયારા, કડી) અને સબ્બીર ઉર્ફે સુલતાન લાલભાઇ પઠાણ (દિવાન) (રહે, ખોરજ ગામ, હુડકામા, ગાંધીનગર)ને પકડી લીધા હતા. ત્યારે આરોપીઓએ કહ્યુ હતુ કે, મોડી રાતે એક બાઇક પર સ્ટીલની પાઇપ લઇને એટીએમ તોડવા ગયા હતા. અથાગ પ્રયાસ કરવા છતા એટીએમ તુટ્યુ ન હતુ અને બાદમા ભાગી ગયા હતા. આરોપી ઇરફાન મલેક વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમા પોક્સોની ફરિયાદ નોંધાઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...