તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી દારૂ ઝડપાયો:ચિલોડા પોલીસે ફિલ્મી ઢબે કારને આંતરી 15 થેલા ભરીને 510 લીટર દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર કેરિયરને ઝડપી લીધો

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી

રાત્રી કરફ્યુની જાહેરાત થતા જ દેશી અને વિદેશી દારૂનો ધંધો કરનાર બુટલેગરો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસ મહુન્દ્રા પાટીયાથી મોટા ચિલોડા તરફ પુરપાટ ઝડપે પસાર થતી સ્વિફ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 510 લીટર દેશી દારૂના 15 થેલા ઝડપી લઇ દેશી દારૂની હેરાફેરી કરનાર કેરિયરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં આજે રાતથી કરફ્યુની કડક અમલવારી કરવામાં આવનાર છે. ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીતસિંહ હુદર દ્વારા પોતાનાં વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા માટે સ્ટાફના માણસોને ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી હતી. જેથી ચિલોડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે એક swift કાર નંબર GJ18AB6517 મહુન્દ્રા પાટીયાથી અમદાવાદ તરફ પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી.

દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર કેરિયરને ઝડપી લેવાયો
દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર કેરિયરને ઝડપી લેવાયો

ફિલ્મી ઢબે કારને આંતરી 510 લીટર દેશીદારૂનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી કારમાં ચોક્કસ ગેરકાયદેસર માલની હેરાફેરી થતી હોવાની શંકા રાખી પેટ્રોલિંગમાં રહેલો સ્ટાફે કારનો પીછો કરવા લાગ્યો હતો. પરંતુ પોલીસ પાછળ પડી હોવાથી કારના ડ્રાઇવરએ પોતાની કાર ફુલ સ્પીડે દોડાવી હતી. જેથી પોલીસે પણ પોતાની ગાડીની સ્પિડ વધારીને ફિલ્મી ઢબે કારને ચિલોડા ઓવરબ્રિજના અમદાવાદ તરફ રોડ પાસે આતરી લીધી હતી. અને તુરંત જ પોલીસે કારને કોર્ડન કરી લીધી હતી. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી 15 થેલામાં ભરેલ 510 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે અમદાવાદના રાજેન્દ્ર પાર્ક ઓઢવમાં રહેતા 24 વર્ષીય રણવીર સિંહ લાલસિંહ રાઠોડની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.

અમદાવાદના દેશીદારૂના બે બુટલેગરોના નામ ખુલવા પામ્યા

ચિલોડા પોલીસે રણવીર સિંહની કડકાઇથી પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે અમદાવાદના ઠક્કર નગરની કેવડાની ચાલી ખાતે રહેતા રઘુનાથસિંહ ઉર્ફે રવિ રોડસિંગ દેવીસિંહ રાઠોડના કહેવાથી તલોદ નજીકથી એક અજાણ્યા ઇસમે કારમાં દેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. અને તેની હેરાફેરી કરવા માટે અમદાવાદના ઠક્કર નગરનાં ઉદેસિંહ ઉર્ફે દિલુ સિસોદિયાએ કાર આપતા તે દેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ આવ્યો હતો. જેના પગલે પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી 510 લિટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 10,200, કાર કિંમત રૂપિયા ૩ લાખ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3 લાખ 15 હજાર 200 નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો