ગાંધીનગર જિલ્લામાં 15 જૂનથી 12 ઑગસ્ટ સુધીના ચોમાસાના 59 દિવસમાંથી 31 દિવસ વરસાદ વિનાના કોરાધાકોર રહ્યા છે. જિલ્લામાં માત્ર 27 દિવસમાં સરેરાશ 31.22 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષ 2020માં આ જ સમયગાળામાં 33 દિવસ કોરા રહ્યા હતા છતાં 57.11 ટકા વરસાદ પડ્યો હતો. આમ, ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ વિનાના 2 દિવસ ઓછા હોવા છતાં વરસાદમાં 25.89 ટકાની ઘટ પડી છે.
ઑગસ્ટના 11માંથી માત્ર 4 દિવસ વરસાદ | ||
મહિનો | 2021 | 2020 |
જૂન | 16 દિવસમાંથી 10 દિવસ 0 વરસાદ | 16 દિવસમાંથી 14 દિવસ 0 વરસાદ |
જુલાઈ | 31 દિવસમાંથી 14 દિવસ 0 વરસાદ | 31 દિવસમાંથી 13 દિવસ 0 વરસાદ |
ઑગસ્ટ | 12 દિવસમાંથી 7 દિવસ 0 વરસાદ | 12 દિવસમાંથી 5 દિવસ 0 વરસાદ |
15 જૂનથી 12 ઑગસ્ટ, 2020 : કુલ 58 દિવસમાંથી 33 દિવસ 0 વરસાદ
15 જૂનથી 12 ઑગસ્ટ, 2021 : કુલ 58 દિવસમાંથી 31 દિવસ 0 વરસાદ
તાલુકાદીઠ સરેરાશ 2 વર્ષની વરસાદ ટકાવારી | |||
તાલુકો | 2020 | 2021 | તફાવત |
દહેગામ | 59.4 | 15.39 | -44.01 |
ગાંધીનગર | 59.8 | 24.76 | -35.04 |
કલોલ | 45.7 | 32.74 | -12.96 |
માણસા | 62.95 | 29.25 | -33.07 |
કુલ | 57.11 | 31.22 | -25.89 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.