કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં લગભગ રૂ. 24598 કરોડના 25 પ્રોજેક્ટસ મંજૂર થયા હોવાનું રાજ્યસભામાં માર્ગ વાહન વ્યવહાર અને હાઇવેઝ મંત્રી નિતીન ગડકરીએ સાંસદ નરહરિ અમીન દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. મંત્રીએ, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન રોડ પ્રોજેક્ટસ તેમજ સેન્ટ્રલ રોડ અને ઇન્ફાસ્ટ્રકચર ફંડ હેઠળ રૂ. 24598 કરોડના કામ મંજૂર કરાયા છે. ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતમાં દિલ્હી-વડોદરા ગ્રીન ફીલ્ડ એલાઇનમેન્ટ પ્રોજેકટ હેઠળ નેશનલ હાઇવે 148એનમાં 145.06 કિ.મી. લંબાઇના 6 કાર્યો-પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. જે અંતર્ગત કુલ રૂ. 8845 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 2464.60 કરોડ ખર્ચ થયો છે. વડોદાર-મુંબઇ એક્સપ્રેસ વે પ્રોજેકટ હેટળ 275.34 કિ.મી. લંબાઇના 10 કામ મંજૂર થયા છે. જેની કુલ રૂ. 18024 કરોડની પ્રોજેકટ કોસ્ટ સામે રૂ. 12651 કરોડ ખર્ચ થયો છે. અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વે પ્રોજેકટ હેઠળ 109.02 કિ.મી.ના 4 કામ મંજૂર થયા છે, જેની કુલ રૂ. 3397.20 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ સામે રૂ. 1441.30 કરોડ ખર્ચ થયો છે. સાંચોર-સાંતલપુર એકસપ્રેસ વે પ્રોજેકટ હેઠળ 184.93 કિ.મી.લંબાઇને 4 કામો-પ્રોજેક્ટ મંજૂર થયા છે અને કામ પ્રગતિ હેઠળ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ગડકરીએ કહ્યું હતું કે, ભીમાસર જંકશનથી અંજાર-ભૂજ એરપોર્ટ જંકશન સુધીના 59.75 કિ.મી.રસ્તાનું 4 લેન અપગ્રેડેશન કામ પ્રગતિ હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.