નવા મતદારોની સંખ્યા વધુ:જિલ્લાની 5 બેઠકો પર જીતના માર્જિન કરતાં નવા મતદારોની સંખ્યા વધુ, માણસામાં 34 ગણો વધારો

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચાલુ વર્ષે નવા નોંધાયેલા 1,53,979 મતદારો જીતના સમીકરણ બદલી શકે
  • બેઠકો પર જીતના સરેરાશ 7124 સામે સરેરાશ 30795 મતદારો ઉમેરાયા

ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.રાજકીય પક્ષોના ઉમેદવારો ફાયનલ થઈ જતાં પક્ષો દ્વારા પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જ્ઞાતિના સમીકરણોથી લઈને ઉમેદવારની છાપ સહિતની બાબતોનો પ્રભાવ મતદાન પર પડતો હોય છે. જેને પગલે બેઠકો પણ સામાન્યથી લઈને મોટા અંતરથી હારજીત નક્કી થતી હોય છે.

ત્યારે જિલ્લામાં પાંચ બેઠકો પર પાંચ વર્ષમાં 1,53,979 મતદારોનો ઉમેરો થઈ ગયો છે. તેમાં પણ 18-19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 27,599 છે. જેને પગલે આ નવા અને યુવા મતદારો દરેક બેઠક પર મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જિલ્લાની પાંચ બેઠકો પર 2017ની ચૂંટણીમાં જીત માટે 524થી લને 11538 સુધીની લીડ રહી હતી. ત્યારે પાંચ વર્ષમાં પાંચેય બેઠકો પર જીત માટે રહેલી લીડ કરતાં અનેકગણા મતદારો વધી ગયા છે.

વિધાનસભા બેઠક પ્રમાણે 2017 અને 2022ની સ્થિતિ

બેઠકપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલવધારો
દહેગામ1028979817120107611187610879622068719611
ગાંધીનગર દ.15584214762730347119092718066037159868127
ગાંધીનગર ઉ.11901811188723091212993812373925368822776
માણસા10980810280421261811867611216223084718229
કલોલ11538810815822354812779512098624878425236
કુલ60295356864711716256792126463431325604153979

સૌથી વધુ મતદારો દક્ષિણમાં વધ્યા

સૌથી વધુ મતદારો ગાંધીનગર દક્ષિણમાં 68127 વધ્યા છે, જ્યારે સૌથી ઓછા માણસામાં 18229 વધ્યા છે. -ભાજપે જીતેલી ગાંધીનગર દક્ષિણમાં 11538ની લીડ સામે 68127 નવા મતદારો એટલે કે માર્જિન સામે પાંચ ગણા નવા મતદારો આવી ગયા છે. દહેગામમાં 10860 લીડ સામે નવા મતદારો આવી ગયા છે.

ઉત્તરમાં માર્જિન સામે 4 ગણો વધારો
કોંગ્રેસે જીતેલી ગાંધીનગર ઉત્તર બેઠક પર જીતના 4774 માર્જિન સામે ચાર ગણા નવા મતદારો, જ્યારે કલોલ જીતના 7925 માર્જિન સામે ત્રણ ગણા નવા મતદારો ઉમેરાયા છે. સૌછી ઓછા 524ના માર્જિન સાથે કોંગ્રેસે જીતેલી માણસા બેઠક પર 34 ગણા નવા મતદારો ઉમેરાયા છે. આ મતદારો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...