તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડામાં સુવિધા:ગુજરાતમાં 48 કલાકમાં 14 હજાર ગામોમાં એક લાખથી વધુ બેડની સુવિધા સાથેના 10 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ કરાયું - Divya Bhaskar
મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ કરાયું
  • બનાસકાંઠામાં સૌથી વધુ 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 6400 બેડની ક્ષમતા સાથે કાર્યરત થયા
  • ડાંગના ગ્રામીણ ક્ષેત્રોમાં 1200 બેડના 83 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત
  • કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન-પ્રાથમિક સારવાર સુવિધા મળશે

ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી સમગ્ર રાજ્યના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો પ્રારંભ થયો છે. ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ 1 લાખ 5 હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

ગામડાઓને કોરોના મુક્ત કરવાનું અભિયાન
ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ અપીલ કરી હતી.

જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે સુવિધાઓ
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે 33 જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ તંત્ર વાહકોને પ્રેરિત કરીને આ અભિયાન શરૂ થયાના માત્ર 48 કલાકમાં જ 246 તાલુકામાં 10320 કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરીને 1 લાખ પાંચ હજારથી વધુ બેડની જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ સેન્ટર ઉભા કરાયા
આ અપિલને પગલે ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની 10 વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 10320 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટર્સમાં 1242 બેડથી માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 6400 પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો