સમાધાન યોજના:25 દિવસમાં 212 પ્રોફેશનલ ટેક્સપેયરે 22 લાખ ટેક્સ ભરીને 13 લાખની છૂટ મેળવી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન એરિયામાં 31મી સુધી પ્રોફેશનલ ટેક્સ ભરનારને દંડમાંથી મુક્તિ

કોર્પોરેશન વિસ્તારમાં પ્રોફેશનલ ટેક્સપેયર પોતાનો બાકીનો વેરો ભરે અને બાકી લોકો નોંધણી કરાવે તે માટે સમાધાન યોજના અમલમાં મુકાયેલી છે. જેમાં 31 ડિસેમ્બર સુધી ચાલનાર સમાધાન યોજનામાં વહેલી તકે લાભ લેવા અપીલ કરી છે. 15 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી 25 દિવસમાં કુલ 212 ટેક્સપેયરે આ યોજનાનો લાભ લઈને 22 લાખ જેટલો ટેક્સ ભર્યો છે, જેની સામે આવા ટેક્સ પેયરોને દંડ સહિતના રકમનો 13 લાખનો લાભ મળ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 22 હજારથી વધુ કોમર્શિયલ મિલકતો છે.

જુન-2020થી ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા તથા 50 ટીપી સ્કીમ વિસ્તારનો સમાવેશ થયો હતો. નવા વિસ્તારો ઉમેરાતા 79 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ મિલકતો ઉમેરાઈ હતી. જ્યારે મનપાના જૂના વિસ્તારમાં અંદાજે 59 હજાર જેટલી રહેણાંક અને 8 હજાર કોમર્શિયલ મિલકતો છે. અગાઉ 22 માર્ચથી 8 એપ્રિલ સુધી વ્યવસાયવેરા નોંધણી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 700થી વધુ વ્યવસાયવેરાકારોની નોંધણી થઈ હતી.

મનપામાં અંદાજે 6 હજારથી વધુ વ્યવસાયકારો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનને પ્રોફેશનલ ટેક્સની 8.81 કરોડની આવક થઈ છે, નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધીમાં મનપાને 11 કરોડથી વધુની આવકનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2021-22માં 9 ડિસેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેક્સની 8.33 કરોડની આવક થઈ છે. જેમાં આ વર્ષે 47 લાખના વધારો થયો છે.

સમાધાન યોજનાનો લાભ કોને મળશે

  • વ્યવસાયવેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી, તેઓ યોજનાનાં સમય દરમ્યાન નોંધણી કરાવશે તો ભરવાપાત્ર વ્યવસાયવેરા રકમ પર દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.
  • યોજના હેઠળ જેટલા વર્ષનો વ્યવસાયવેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાયવેરાની રકમ નિયત દરે ભરશે તેમને વ્યાજમાંથી મુક્તિ અપાશે. { નોંધાયેલ એમ્પ્લોયર માટે યોજના હેઠળ કામે રાખનાર(નિયોક્તા)એ તેમના વેતનદારો પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવેલું હોય પરંતુ જમા કરાવેલ ન હોય તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.
  • નિયોક્તાએ વેરો ઉઘરાવેલ જ ન હોય તેવા નિયોક્તાઓ જો બાકી વ્યવસાયવેરાની રકમ ભરે તો તેમને મુક્તિ અપાશે.

છેલ્લા ચાર વર્ષથી ટાર્ગેટ સામે આવક વધુ થાય છે

નાણાકીયવર્ષટાર્ગેટઆવકટકાવારી
2019-20750 કરોડ8.41 કરોડ112 ટકા
2020-21850 કરોડ972 કરોડ114 ટકા
2021-22950 કરોડ1239 કરોડ131 ટકા
2022-2311 કરોડ8.81 કરોડ(9 ડિસેમ્બર સુધી)80 ટકા
અન્ય સમાચારો પણ છે...