રજા:2023માં સરકારી કર્મચારીને 26 જાહેર, 48 મરજિયાત રજા મળશે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વર્ષ દરમિયાન માત્ર ત્રણ જાહેર રજા શનિ-રવિમાં આવે છે
  • સરકારે નવું કેલેન્ડર જાહેર કર્યું, 16 બેન્ક હોલિડે પણ આવશે

રાજય સરકાર દ્વારા 2023ના વર્ષ માટે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધી આવતા વિવિધ પર્વ-તહેવારો, રાષ્ટ્રીય પર્વ વિગેરેની સરકારી કચેરીઓ માટે કુલ 26 જાહેર રજાઓ જાહેર કરી છે. જેમાંથી 3 જાહેર રજા શનિ - રવિવારે આવે છે. આ જાહેર રજાઓના દિવસે સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમો અને પંચાયતની કચેરીઓમાં પણ રજા રહેશે. તે ઉપરાંત કુલ 48 મરજિયાત રજાઓ પણ સરકારે જાહેર કરી છે. જેમાં 10 જાહેર રજા શનિ- રવિવારે આવે છે. રાજ્યમાં બેન્કો માટે પણ તે રીતે પાંચ રવિવાર-શનિવારની રજાઓ ઉપરાંત 16 રજાઓ બેન્ક હોલિડે તરીકે જાહેર કરી છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી વર્ષ માટે રજાઓનું એલાન કરી દેવાયું છે. કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલી રજા મુજબ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની રજા બીજા શનિવારે આવે છે. 22મી એપ્રિલે ચોથા શનિવારની રજા છે પરંતુ આ જ દિવસે પરશુરામ જયંતી અને ઈદ એકસાથે હોવાથી કર્મચારીઓને વધુ રજાનો લાભ નહીં મળે.

જ્યારે 12મી નવેમ્બરે દિવાળી પણ રવિવારે આવતી હોવાથી તેની પણ વધારાની રજા નહીં મળે. જે રજાઓ મરજિયાત જાહેર કરાઇ છે તેમાં કર્મચારી પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોએ વધુમાં વધુ બે મરજિયાત રજા ભોગવી શકાશે. તે માટે અગાઉથી લેખિત અરજી કરીને પરવાનગી લેવાની રહેશે. આ રજાઓ પરચૂરણ રજાના હિસ્સામાં ઉધારવામાં આવશે નહીં. રજાઓ જાહેર કરાઇ છે તેમાં મુસ્લિમ કર્મીની કોઇપણ રજા જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સરકારના મુસ્લિમ કર્મચારીને રજા આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...