તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર પાસે સરકાર લેણિયાત:2 વર્ષમાં મહાત્મા મંદિરમાં 42 સરકારી અને 33 ખાનગી કાર્યક્રમ યોજાયા, 2.02 કરોડનું ભાડું બાકી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1.63 લાખ વસૂલવા ખાનગી એજન્સી સામે કેસ કરાયો છે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી વિશ્વભરમાં જાણીતા થયેલા મહાત્મા મંદિરમાં 2 વર્ષમાં 42 સરકારી કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો માટે સરકારે સરકાર પાસેથી જ ભાડા પેટે રૂ. 2,02,90,999 વસૂલવાના બાકી છે. એટલું જ નહીં, એક ખાનગી એજન્સી પાસેથી રૂ. 1,63,779 ભાડું વસૂલવા માટે કોર્ટનો આશરો લેવો પડ્યો છે.વિધાનસભા ગૃહના બજેટ સત્ર દરમિયાન ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમો થકી થયેલી આવક વિશે લેખિત પ્રશ્ન પૂછ્યો હતો. મુખ્યમંત્રીએ તેનો લેખિત ઉત્તર આપ્યો છે.

કોટવાલે પૂછ્યું હતું કે 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ છેલ્લાં 2 વર્ષમાં વાર્ષિક ધોરણે મહાત્મા મંદિરમાં કેટલા સરકારી અને ખાનગી કાર્યક્રમો યોજાયા અને તેના પેટે ભાડાની કેટલી વસૂલાત થઈ અને કેટલી બાકી છે?મુખ્યમંત્રીએ આપેલી માહિતી અનુસાર વર્ષ 2019 અને 2020માં 42 સરકારી તથા 33 ખાનગી મળી કુલ 75 કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોના ભાડા પેટે કુલ રૂ. 15,51,21,344 વસૂલવામાં આવ્યા છે

જ્યારે ભાડા પેટે રૂ. 2,02,90,999 સરકાર પાસેથી વસૂલવાના બાકી છે.ભાડું ન ચુકવનારી એજન્સીઓ સામે કયાં પગલાં લીધાં, તેવા પ્રશ્નના ઉત્તરમાં કહેવાયું છે કે લેણાંની વસૂલાત માટે સંબંધિત વિભાગોને વખતોવખત પત્રવ્યવહારથી જાણ કરવામાં આવે છે. ઉપરાંત, એક ખાનગી એજન્સી પાસેથી રૂ. 1,63,779ની વસૂલાત માટે કોર્ટ કેસ કરાયો છે.

2 વર્ષમાં 75 કાર્યક્રમ યોજાયા

વર્ષસરકારી કાર્યક્રમખાનગી કાર્યક્રમકુલ
2019322860
202010515
કુલ423375
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો