કચરાનો નિકાલ:ગાંધીનગરના કચરાના અયોગ્ય નિકાલ રહીશો માટે નુકસાનકારક

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા સત્રમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં મનપાની બેદરકારીનો ઉલ્લેખ
  • 2014થી ડોર ટુ ડોર કલેક્શન શરૂ થતાં કોર્પોરેશન જગ્યાની માંગણી કરી હતી

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ઘન કચરાનો નિકાલ અવૈજ્ઞાનિક રીતે થતો હોવાનો કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો છે. પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરી અંગે કેગનો રિપોર્ટ સામે આવ્યો છે. કેગના રિપોર્ટ ઉલ્લેખ કરાયો છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના કિનારે ઘન કચરો નખાય છે.

રહીશો માટે અગવડતા ઉભી
કચરો નાખવાની જગ્યાએ તીવ્ર વાસ, કચરો બાળવાના કારણે ધૂમાડો થવો, રખડતા ઢોરોની ઉપસ્થિતિ, પ્લાસ્ટિક કચરો અલગ ન રાખવા જેવી બાબતો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધ્યાન આવ્યું હતું. જેમાં PM10 PM2.5ની સાંદ્રતા (Concentration) અનુક્રમે 323 અને 139 જેટલી હોવાનું ધ્યાને આવ્યું હતું. એટલે કે આ સ્થળ હવા પ્રદુષણ અને દુર્ગધ સ્ત્રોત હતો. જે નજીકના વિસ્તારના રહીશો માટે અગવડતા ઉભી કરે છે.

હાલ કોર્પોરેશનનો કચરો ઠલવાય
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ગાંધીનગર કોર્પોરેશનને જોખમી કચરાના સલામતીપૂર્ણ વ્યવસ્થાપન અને નિકાલ માટે જોખમી કચરો એકઠો કરવાની સુવિધા પૂરી પાડવા નિર્દેશ કર્યો હતો. આમ છતાં તે વિકસિત કરવાનું બાકી હોવાનો કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ઉલ્લેખનિય છે કે 2011માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવી ત્યારથી સફાઈની જવાબદારી કોર્પોરેશન હસ્તક છે. તે સમયે કોલવડા નજીક કચરાનો નિકાલ થતો હતો. જે બાદ 2014થી ડોર ટુ ડોર કલેક્શન શરૂ થતા કોર્પોરેશન જગ્યાની માંગણી કરાઈ હતી. જેમાં સે-30 મુક્તિધામ પાછળ હંગામી જગ્યા અપાઈ હતી, જ્યાં હાલ કોર્પોરેશનનો કચરો ઠલવાય છે.

અન્ય સમાચારો પણ છે...