ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગ પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં આગામી તા. 5મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ગાંધીનગર જિલ્લામાં વિઘાનસભાની સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ, ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ અનેક ટીમો કાર્યરત કરવામાં આવી છે.
હાલના વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને એસ.એમ.એસ ખૂબ ઝડપી પ્રચારનું માધ્યમ બની ગયા છે. વિઘાનસભાની સામાન્ય ચૂંટણીમાં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. માધ્યમમાં પણ આર્દશ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા અને એસ.એમ.એસ. થકી આર્દશ આચારસંહિતાનો ભંગ થતો હોય તો નાગરિકો પોતાની ફરિયાદ નોડલ અધિકારીને કંટ્રોલ રૂમ ફોન નંબર- 079 232 10108 અને મોબાઇલ નંબર- 99240 24996 ઉપર સંપર્ક કરીને જાણ કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.