તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:પ્રાથમિક શિક્ષણ સુધારણાનો કાર્યક્રમ અમલમાં મૂકો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદ તથા તેની સહયોગી પ્રમુખ સેવા સંસ્થાઓની અપીલ

ગુજરાત રાજ્યમાં ગરીબ બાળકોના શિક્ષણના બંધારણીય અધિકારો છીનવવામા આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના બહાના આપી , કરકસર માટે, સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ રહી છે . અત્યાર સુધીમાં અનેક પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ છે અને વધુ શાળાઓ બંધ કરવાનું આયોજન થઈ રહ્યું હોવાના અહેવાલો છે. ગાંધીનગરના પ્રબુદ્ધ નગરજનોની સંસ્થા ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદ તેમજ તેની સહયોગી પ્રમુખ સેવા સંસ્થાઓએ જાહેર અપીલ કરીને સરકારને રૂકજાવનો સંદેશો આપ્યો છે.

એક અહેવાલ મુજબ, ધોરણ 1 થી 5 માં 60 કરતાં ઓછાં વિદ્યાર્થીઓ હોય તેમજ ધોરણ-6થી 8માં 45 કરતાં ઓછાં વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની યાદી તૈયાર કરીને તેને નજીકની શાળામાં મર્જ કરવાની બાબત સરકારની વિચારણા હોવાના અહેવાલો છે. આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા અને ભવિષ્યમાં પ્રાથમિક શાળાઓ બંધ ન કરવા ગાંધીનગરની સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સેંકડો પ્રબુદ્ધ નાગરિકોએ રાજ્ય સરકાર સમક્ષ ખાસ વિનંતી કરી છે . ‌

અન્ય સમાચારો પણ છે...