ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શુક્રવારે અંધારપટ્ટ છવાયો હતો, કેબલનો ફોલ્ટ સર્જાતા કલેક્ટર કચેરીની લાઈટો ડૂલ થઈ ગઈ હતી. બપોર પછી લાઈટ તો આવી હતી પરંતુ ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જતા જનસેવા કેન્દ્રમાં દાખલાઓની કામગીરી થઈ શકી ન હતી.
આ અંગે મળેલી માહિતી મુજબ શુક્રવારે સવારે જ કલેક્ટર કચેરીની લાઈટ ડૂલ થઈ જતાં રીપરિંગ કરીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવાયો હતો. જોકે બપોરે પાછો ફોલ્ટ સર્જાતા ફરી લાઈટો ડૂલ થઈ ગઈ હતી. જેને પગલે શુક્રવારે 43 ડીગ્રી તાપમાન વચ્ચે કલેક્ટર કચેરીના અધિકારીઓ-કર્મચારી તથા આવેલા અરજદારો કંટાળી ગયા હતા.
લાઈટ ન હોવાને પગલે અધિકારી-કર્મચારીઓ પણ કચેરીની બહાર નીકળી ગયા હતા. બપોર પછી વીજ પુરવઠો તો શરૂ થઈ ગયો હતો પરંતુ જનસેવા કેન્દ્ર ખાતે ઈન્ટરનેટ કનેક્શન ઠપ્પ થઈ ગયું હતું. જેને પગલે આવક સહિતના દાખલાઓ માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.જેના કારણે બહારગામથી આવેલા લોકોમાં ભારે નિરાશા જોવા મળતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.