તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગરમાં ભયજનક આવાસોમાં અડીંગો જમાવનાર વસાહતીઓને જબરજસ્તી આવાસો ખાલી કરાવવામાં આવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • સેક્ટર-6નાં જર્જરીત સરકારી આવાસમાં રહેતા વસાહતીઓના આજે જબરજસ્તીથી મકાનો ખાલી કરાવામાં આવ્યા
  • અનેક નોટિસો આપવા છતાં આવાસો ખાલી ન કરાતાં કાર્યવાહી કરાઇ

ગાંધીનગરમાં વર્ષો જુના જર્જરીત આવાસોને પાડી દઈ તેની જગ્યાએ નવા આવાસો બનાવવાની યોજના હાલમાં ચાલી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નોટિસો આપવામાં છતાં સેક્ટર-6નાં જર્જરીત સરકારી આવાસમાં રહેતા વસાહતીઓને આજ રોજ માર્ગ મકાન વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જબરજસ્તીથી મકાનો ખાલી કરાવી તેઓને વૈકલ્પિક આવાસોમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ગાંધીનગરની સ્થાપના બાદ સરકારી નગરી ગાંધીનગરમાં કર્મચારીઓ માટે વિવિધ કક્ષાના સરકારી આવાસો બાંધવામાં આવ્યા હતા. ઘણા વર્ષો વીતી ગયા હોવાથી હવે આ સરકારી આવાસો જર્જરીત બની જવા પામ્યા છે. જેનાં પગલે સેક્ટરોમાં આવેલા વિવિધ કક્ષાના જર્જરીત આવાસો તોડી પાડીને આધુનિક સુવિધાઓ સાથેના આવાસો બાંધીને કર્મચારીઓને ફાળવી દેવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વર્ષો જુના આવાસો ખંડેર હાલતમાં બની ગયા છે. ત્યારે સેક્ટર-6માં પણ જૂના ખંડેર આવાસો તોડી પાડીને નવા આવાસો ઉભા કરવા માટેની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે. જેનાં કારણે જુના જર્જરીત મકાનોમાં હાલમાં રહેતા પરિવારોને અન્ય સેક્ટરોમાં વૈકલ્પિક આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સેક્ટર-6માં આવેલા સરકારી આવાસોમાં રહેતા વસાહતીઓને અવારનવાર જર્જરીત મકાનો ખાલી કરી દઈ તેમને ફાળવેલ મકાનોમાં રહેવા જતા રહેવા માટે તંત્ર દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં ઘણા વસાહતીઓ અત્રેના આવાસ ખાલી કરવા તૈયાર ન હતા.

આ અંગે અહીંના રહેવાસી હિતેષભાઈએ જણાવ્યું હતું કે, અમારા આવાસોની પાછળ નવા મકાનો બનાવવા માટે પાયા ખોદવામાં આવી રહ્યા છે. ગટર લાઈનનું કામ કામ કાજ ચાલી રહ્યું છે. જેથી અમોને સેક્ટર-16માં મકાન આપવામાં આવી છે પણ ત્યાં પાણી તેમજ ગેસ લાઈનની સમસ્યા હોવાના કારણે અમે અહીંના મકાન ખાલી કરવા માંગતા ન હતા. અહીં આશરે 50 જેટલા વસાહતીઓ અત્યારે વસવાટ કરી રહ્યા છે. મકાનો ખાલી કરવામાં ન આવતા ગેસ કનેક્શન, લાઈટ કનેક્શન તેમજ પાણીનું કનેકશન પણ કાપી નાખવામાં આવ્યું હતું.

સેક્ટર-6 સુવિધા કચેરીના અધિકારી કે એન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી સેક્ટર 6માં આવેલા જર્જરિત મકાનો ખાલી કરી દેવા માટે વસાહતીઓને અનેકવાર નોટિસો આપવામાં આવેલી હતી તેમ છતાં ઘણા વસાહતીઓ એ જર્જરીત મકાનો ખાલી કર્યા ન હતા. જેનાં પગલે માર્ગ-મકાન વિભાગ ફાયર બ્રિગેડ, વીજ વિભાગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જર્જરીત મકાનોમાં રહેતા વસાહતીઓ ને સેકટર 7,22 8 તેમજ 22માં રિનોવેશન કરેલા તેમજ રહેવા લાયક મકાનો ફાળવી આપવામાં આવ્યા છે.

આ જર્જરીત મકાનો તોડી પાડી નવા આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ દ્વારા જર્જરીત મકાનો ખાલી કરવામાં નહીં આવતાં આજે કડક પોલીસ બંદોબસ્ત સાથે જર્જરીત મકાનો ખાલી કરાવવાની તંત્રને ફરજ પડી હતી. ત્યારે સવારથી જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વસાહતીઓ પણ અચાનક જબરદસ્તીની કાર્યવાહીથી રોષ પણ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...