તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કૃષ્ણભક્તિમાં લીન થઈ કિશોરી દ્વારકા જવા નીકળી, અમદાવાદ સ્ટેશનેથી પોલીસને મળી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હાલમાં જ ઉજવાયો છે ત્યારે કુડાસણની કિશોરી કૃષ્ણભક્તિમાં લીન થઈ ગઈ હતી અને ઘરે ચિઠ્ઠીમાં દ્વારકા જવાનું કહી ટ્રેનમાં બેસી ગઈ હતી. પરિવારજનોએ જાણ કરતાં ઇન્ફોસિટી પોલીસે લોકેશનના આધારે કિશોરીનુ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.કુડાસણમા મામાના ઘરે રહેલી 17 વર્ષીય કિશોરી ‘પોતાનું ભગવાન કૃષ્ણ સાથે ડાયરેક્ટ કનેક્શન છે અને હું દુનિયાથી ઉપર છું’ લખેલી ચિઠ્ઠી મૂકીને દ્વારકા જવા રવાના થઈ હતી. પરિવારજનોને જાણ થતાં ઇન્ફોસિટી પોલીસને જાણ કરી હતી જેને લઇને પોલીસે પહેલા ચિઠ્ઠી મેળવી તેમા વર્ણવેલી વાતોને આધારે તપાસ હાથ ધરી હતી.

આ કિશોરીએ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વારકાનો નાથ મળવા આવશે, કૃષ્ણ સાથે સીધુ કનેક્શન હોવાથી હુ ભગવાનને મળવા જાઉ છુ. આ બાબત પોલીસના ધ્યાને આવતા અમદાવાદ સહિતા રેલવે સ્ટેશન ઉપરના સીસીટીવી ચેક કરાવ્યા હતા. જેમા કાલુપુર રેલવે સ્ટેશને એક ડબામા બેઠેલી જોવા મળતા તેને ત્યાં જ રોકવાનો આદેશ આપ્યો હતો. ત્યારે પોલીસે કિશોરી દ્વારકા પહોંચે તે પહેલા જ તેને પકડીને પરિવારને સોપી હતી.

અન્ય સમાચારો પણ છે...