તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પર આફતનો ભય:સપ્તાહમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જશે; કિસાન સંઘ સરકારને નહેરમાં પાણી છોડવા રજૂઆત કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 10થી15 દિવસ પહેલા કરાયેલા વાવેતરને વરસાદની તાતી જરૂર

રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોને જે વાવેતર કર્યુ છે તે વાવેતરને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય તેવી સ્થિતિ છે. આથી કિસાન સંઘ રાજય સરકારને સોમવારે રજૂઆત કરશે તેમ કિસાન સંઘના સત્તાવાર સૂત્રો જણાવ્યું હતું.

ખેડૂતોના કહ્યા પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકના વાવેતર કરવામાં આવે છે. જયારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર,બાગાયતી પાક હોય છે, જયારે મધ્યમ ગુજરાતમાં પણ ડાંગર,કપાસ એમ મિક્ષ પાકનું વાવેતર કરાય છે. રાજયમાં 10થી15 દિવસ પહેલા જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

વાવણી બાદ મોટાભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી એટલે કૂવાના તળ જેટલા આવવા જોઇએ તેટલા આવ્યા નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જે ખેડૂતો પાસે કૂવો નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય નહીં તો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ હોવાનું ખેડૂતોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...