ઉમેદવારોની ચીમકી:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 12000 વિદ્યાસહાયકની નવી ભરતી નહીં તો સરકાર વિરુદ્ધ મતદાન કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે રાજ્યભરમાંથી ઉમટી પડેલા ઉમેદવારો - Divya Bhaskar
વિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે રાજ્યભરમાંથી ઉમટી પડેલા ઉમેદવારો
  • નવી ભરતી માટે દસેક વખત લેખિત રજૂઆત કરાઇ છતાં શિક્ષણમંત્રીની લોલીપોપ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 12000 વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે દસેક વખત લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં શિક્ષણ મંત્રી દ્વારા લોલીપોપ આપતા ઉમેદવારો હવે સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯ હજારથી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેની સામે શિક્ષણ વિભાગે માત્ર 3300 જ વિદ્યાસહાયકોની ભરતી કરી છે. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કરેલી શિક્ષકની લાયકાત ધરાવતા અંદાજે 80000 જેટલા ઉમેદવારોને અન્યાય કર્યો છે.

ફરિયાદ શિક્ષણના કાયદા મુજબ પ્રાથમિક શિક્ષકોની કુલ ખાલી જગ્યાની સામે 60 ટકા શિક્ષકોની ભરતી કરવાનો નિયમ છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગે ફરજિયાત શિક્ષણના કાયદાના નિયમનો પણ પાલન નહીં કરીને વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોની સામે હળહળ તો અન્યાય કર્યો છે. આથી ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ વિદ્યાસહાયકની ભરતી કરવા માટે રાજ્યભરના ઉમેદવારોએ સતત 60 દિવસ સુધી વિરોધ આંદોલન કર્યો હતો.

ઉપરાંત રાજ્યભરના વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવાની લેખીત તેમજ મૌખિક અનેક વખત રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી સાથે વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે દસેક વખત બેઠક કરી અને લેખિતમાં ખાલી જગ્યાઓની સામે લાયકાત ધરાવતા ઉમેદવારોની વિગતવાર રજૂઆત કરી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યા સહાયકોની માંગણીને માત્ર રાજકારણ રમવાનું સાધન બનાવીને લોલીપોપ આપ્યા કરી હોવાનો આક્ષેપ વિદ્યાસહાયકોની લાયકાત ધરાવતા ઉમેદવારોએ કર્યો છે.

વિદ્યાસહાયકની ભરતી કરવાની ઉમેદવારોની માંગણીઓને આંખ આડા કાન કરતા હવે તેઓનો રોષ સાતમા આસમાને ગયો છે. આજે શિક્ષક દિન નિમિત્તે રાજ્યભરના વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધાર કર્યો છે કે જો વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત નહીં થાય તો સરકાર વિરુદ્ધ મતદાન કરવાનું એલાન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...