તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શાળા કસોટીઓના આધાર ન હોય તો સંગ્રહિત પરિણામ પત્રક આખરી રહેશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ પત્રક મુદ્દે બોર્ડની સ્પષ્ટતા

બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓને પાસ કરવા માટે ઉપયોગમાં લીધેલા આધારોનું વેરીફિકેશન કરવાનો રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે. ઉપરાંત કોવિડ-19ના કારણે કોઇ શાળા પાસે ઉત્તરવહી, એકમ કસોટી કે સામાયિક કસોટીના આધારો ઉપલબ્ધ હોય નહી તો સંગ્રહિત પરિણામ પત્રકને આખરી ગણવાનો આદેશ શિક્ષણ બોર્ડના સચિવે કર્યો છે. કોરોનાની મહામારીને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-10 અને ધોરણ-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા નહી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આથી શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ પત્રક તૈયાર કેવી રીતે કરવું તેના માટે નિયત માળખું શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-10ના પરિણામ માટે વિદ્યાર્થીનું ધોરણ-9ના પરિણામના જ્યારે ધોરણ-12ના પરિણામ માટે ધોરણ-11ના પરિણામના આધારે નક્કી કરવાનું રહેશે.

જોકે તેના માટે શિક્ષણ બોર્ડના સચિવે રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને સંગ્રહિત પરિણામ પત્રકોને પ્રમાણિક કરવાની જવાબદારી સોંપાઈ છે. જોકે તેમાં વર્તમાન કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જે શાળા પાસે ઉત્તરવહી, એકમ કસોટી, સામાયિક કસોટીના આધારો ઉપલબ્ધ હોય નહી તોપણ સંગ્રહિત પરિણામ પત્રકને આખરી ગણાશે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પોતાની અનુકૂળતાએ જનરલ રજીસ્ટર વેરીફાય કરવાના રહેશે. જ્યારે આ સિવાયના કોઇ પણ આધારો હાલ માંગવાના રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...