કોંગ્રેસે ઉદયપુર ચિંતન શિબિરમાં ચૂંટણી ટિકિટ અને સંગઠનમાં નિયુક્તિનો એક નિયમ બનાવાયો છે. તે પ્રમાણે સંગઠન કે કોઇ પણ પ્રકારની ચૂંટણીમાં કુલ બેઠકના 50% બેઠક 50 વર્ષ કે તેનાથી ઓછી વયના નેતાઓને આપવી.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નિયમ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં જ નહીં, દેશભરમાં લાગુ પડશે. ગુજરાતની ચૂંટણીમાં આ નિયમ લાગુ કરાય તો કોંગ્રેસના 63 પૈકી 44 ધારાસભ્યની ટિકિટ કપાઇ શકે. વળી, રાજ્યસભાના ત્રણ સાંસદને પણ ફરી ટિકિટ મળે કે કેમ તે પ્રશ્ન પણ ઊભો થાય એમ છે. કોંગ્રેસના ટોચના નેતાઓ કે જે કોંગ્રેસનો ચહેરો છે તેવા 70% નેતા ચૂંટણી કે સંગઠનમાં રહી ન શકે અને ઘરભેગા થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે. આ બાબતથી યુવા કોંગ્રેસના નેતાઓમાં આનંદ છવાઇ ગયો છે.
આગામી 10 રાજ્યની વિધાનસભાની ચૂંટણી તમામ પક્ષ માટે મહત્ત્વની છે કારણ કે, 2024માં લોકસભાની ચૂંટણી છે. જો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હોય તો લોકસભાની બેઠકો જીતવામાં તેટલી સરળતા રહે. આથી કોંગ્રેસે 10 રાજ્યની વિધાનસભાની ચૂટણીમાં પરિવર્તન લાવવા યુવાઓને મહત્ત્વ આપવાનું નક્કી કર્યું છે. જોકે, ચોક્કસ નિયમની ટૂંકમાં સત્તાવાર જાહેરાત થશે પણ એક બાબત નક્કી છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રયોગ થશે. આ નિયમનો અમલ થતા જ ગુજરાત કોંગ્રેસના 70% નેતાને ઘરભેગા કરવાનું એક કારણ હાઈ કમાન્ડને મળે એમ હોવાથી હડકંપ મચી ગયો છે.
ધારાસભ્યોમાં શૈલેષ પરમાર, સી.જે.ચાવડા સહિતના નેતાની ટિકિટ પણ કપાઈ શકે
નવા નિયમના કારણે 50% બેઠકોમાં આ નેતાઓ પાસે ટિકિટની તક છે પણ પાર્ટી 50 વર્ષનો નિયમ આગળ કરીને ટિકિટ કાપી પણ શકે છે. આ નિયમ પ્રમાણે ટિકિટ કપાય તો વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ડૉ. સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, વિક્રમ માડમ સહિત 44 ધારાસભ્યો એવા છે કે જેમની ટિકિટ કપાઇ શકે.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા રાઠવા, ગોહિલને પણ ટિકિટ નહીં મળે
સંગઠન અને ચૂંટણીમાં 50 વર્ષના નેતાઓને 50% બેઠક ફાળવવાના નિર્ણયથી ગુજરાત કોંગ્રેસના મોટા માથાંને ચૂંટણી ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વય પણ વધુ છે. જોકે, પ્રદેશ પ્રમુખ હોવાથી કદાચ તેઓ ચૂંટણી ન લડે. આ ઉપરાંત વિપક્ષના નેતા તો ચૂંટણી લડતા હોય છે પણ સુખરામ રાઠવાની વય પણ વધુ હોવાથી તેમની ટિકિટ કપાઇ શકે છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, નારણ રાઠવા, અમીબેન યાજ્ઞિકને પણ હવે ટિકિટ મેળવવામાં આ નિયમ આડે આવી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસનો ચહેરો ગણાતા ભરતસિહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, દીપક બાબરિયા સહિતના નેતાઓને આ નિયમથી ટિકિટ ના પણ મળી શકે.
ધારાસભ્યોમાં શૈલેષ પરમાર, સી.જે.ચાવડા સહિતના નેતાની ટિકિટ પણ કપાઈ શકે
નવા નિયમના કારણે 50% બેઠકોમાં આ નેતાઓ પાસે ટિકિટની તક છે પણ પાર્ટી 50 વર્ષનો નિયમ આગળ કરીને ટિકિટ કાપી પણ શકે છે. આ નિયમ પ્રમાણે ટિકિટ કપાય તો વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ડૉ. સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, વિક્રમ માડમ સહિત 44 ધારાસભ્યો એવા છે કે જેમની ટિકિટ કપાઇ શકે.
50% યુવા મતદારો હોય ત્યારે આ નિર્ણયથી લોકતંત્ર મજબૂત બનશેઃ મનીષ દોશી
ઉદયપુર ચિંતન બેઠકમાં કોંગ્રેસે યુવાનોને તક આપવાનો નિર્ણય કર્યો છે. સ્વ. રાજીવ ગાંધીએ પણ 18 વર્ષે મતાધિકાર આપ્યો હતો. આ નિર્ણયથી ભારતીય લોકશાહી વધુ મજબૂત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.