તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:મનપાના સફાઈ કામદારોના પ્રશ્નો હલ નહી થાય તો આંદોલન કરાશે

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆતો કરવા છતાં કામદારોને ન્યાય મળતો નથી
  • ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયન દ્વારા CM, કલેક્ટર, મનપા સહિત સંબધિત વિભાગોને લેખિતમાં રજૂઆત કરાઈ

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે વારંવાર મનપામાં રજૂઆત કરવા છતાં કામદારોને ન્યાય નહી મળતા ગાંધીનગર- અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના હોદ્દેદારો તરફથી મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર , મનપાના કમિશનર, મેયર સહિત અન્ય સંબંધિત વિભાગોને લેખિતમાં રજૂઆત કરી જો કામદારોને ન્યાય નહી મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

આ અંગે યુનિયન તરફથી રજૂઆત કરવામા આવી છે કે ગત 01-05-2013ના રોજ મનપાના 95 સફાઈ કામદારોને પાંચમા પગાર પંચમાં સમાવવામા આવ્યા છે જેના કારણે લાંબાગાળે તેમને નુકશાન થાય તેમ છે તેથી તે અંગે યોગ્ય કરવામા આવે, આ ઉપરાંત કામદારોનો જૂથ વીમો ઉતારવામા આવે, 2013માં જે કામદારોને કાયમી કરવામા આવ્યા હતા તેમનેે 8 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામા આવ્યુ નથી. આ સિવાય ભૂતકાળમાં સફાઈ કામદારો તથા સેનીટેશન ખાતાના સ્ટાફ માટે પ્લોટ ફાળવવામા આવ્યા હતા તે હજુ મળ્યા નથી.

યુનિયન દ્વારા એવી પણ રજૂઆત કરવામા આવી છે કે મનપામાં આઉટસોર્સિગ સફાઈ કામદારોને પટાવાળા તરીકે રાખ્યા છે તેમને બદલે ઉમરલાયક કાયમી સફાઈ કામદારોને પટાવાળા તરીકે મૂકવામા આવે, આ ઉપરાંત મનપા તરફથી એસસી અને એસટી સમુદાયના ફરજ બજાવતા એસઆઈ અને એસએસઆઈની કારર્કિદી ખતમ કરવા માટે અને તેમને નોકરીમાંથી બરતરફ કરવા પેરવી રચી મનપાના અધિકારીઓ દ્વારા વારંવાર શોકોજ નોટિસ આપવામા આવેછે તે અંગે પગલાં લેવા તેમજ અગાઉ જે કામદારો મૃત્યુ પામ્યા છે તેમના વારસદારોને રહેમરાહે નોકરી તથા અટકેલા નાણાંકીય લાભો તેમજ બઢતીલાયક કર્મચારીઓને થતા અન્યાય અંગે પગલાં લેવામા આવે તેવી પણ રજૂઆત કરી છે. જો આ બાબતે 15 દિવસમાં ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...