મહાઆંદોલનની ચીમકી:ખેડૂતોના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો મહાઆંદોલનની ચીમકી, ગાંધીનગરમાં બેઠક યોજાઈ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની તાકીદની બેઠક યોજાઈ હતી

ખેડૂતોના પડતર પ્રશ્નોનું આજદિન સુધી સંતોષજનક નિરાકરણ નહીં આવતાં ભારતીય કિસાન સંઘની તાકીદની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અથવા તો અમુક સમયાંતરે વીજળીના મીટરનો કોઈપણ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં તમામ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાનું નક્કી કરી મહાઆંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘના આગેવાનોની હાજરીમાં ગત અઠવાડિયે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ સાથે બેઠક યોજીને પડતર પ્રશ્નોને વહેલી વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના વીજ દર એક સમાન આપવામાં આવે તેવી પણ માંગનો સમાવેશ હતો. પરંતુ સાત દિવસ વિત્યા હોવા છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા ગઈકાલે અચાનક જ ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ શામજી મિયાત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળીમાં મીટર લગાડવામાં આવ્યા છે, જે ખેડૂતો સિંચાઈ માટે વધારાના પાવરનો ઉપયોગ કરે છે તેમને બિલ વધારે આવે છે અને નાના ખેડૂતો છે. જે ઉપયોગ કરે છે તેને બિલ આવે છે. જ્યારે કિસાન સંઘનું કહેવું છે કે તમામ ખેડૂતોને સમાન બિલ આવે અને મીટર પ્રથા નાબૂદ કરવામાં આવે. અગાઉ પણ આ બાબતે કિસાન સંઘ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇને પણ રજૂઆત કરવામાં આવી હતી.

સરકારે મીટર બાબતે ખેડૂતોને યોગ્ય વિચારણા કરવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ કોઈ પણ નિર્ણય ન આવતા હવે કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને ચીમકી આપવામાં આવી છે કે જો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અથવા તો અમુક સમયાંતરે વીજળીના મીટરનો કોઈપણ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં તમામ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવશે. ત્યારબાદ મહાઆંદોલન શરૂ કરવામાં આવશે અને ખેડૂતો રોડ ઉપર આવીને સરકારનો વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...