તપાસ:રૂપિયા ખર્ચી નાખતાં પિતાએ ઠપકો આપ્યો તો પુત્રે ઘર છોડી દીધું!

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળક મળી આવતાં ચિલ્ડ્રન હોમે પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદમાં પિતા સાથે રહેતા બાળકને આપવામાં આવેલા રૂપિયાનો હિસાબ માગવામાં આવતાં માઠું લાગી ગયું હતું, જેને કારણે ઘર છોડી દીધું હતું અને બાળક કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી બિનવારસી મળી આવ્યો હતો. બાળકને ગાંધીનગર ચિલ્ડ્રન હોમમાં લાવ્યા બાદ તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી એક બાળક બિનવારસી મળી આવ્યો હતો, જેને ગાંધીનગર ચિલ્ડ્રન હોલમાં લવાયા બાદ સંસ્થાના અધિકારી મેહુલ તૈરૈયા સહિતના કર્મચારીઓએ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું પરંતુ બાળક માતા-પિતા વિશેની માહિતી આપતો નહોતો. જોકે તેનું વતન રાજસ્થાન હોવાનું જણાવી રહ્યો હતો.

બાળ સુરક્ષા એકમ અને સંસ્થા દ્વારા રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી માહિતી મેળવી હતી, જેમાં બાળકનાં નાના-નાની રાજસ્થાનના ભીલવાર જિલ્લાના રાયપુરમા રહેતા હોવાની માહિતી મળી હતી અને બાળક 24 કલાકથી ગુમ હતો અને પરિવારજનો શોધી રહ્યા હતા, પરંતુ પતો લાગતો ન હતો. સંસ્થાના કર્મચારીઓએ કાઉન્સેલિંગ કર્યા બાદ નાના-નાનીનો સંપર્ક કરતાં તેનાં માતા-પિતા અમદાવાદ રહેતા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ વાલીને ગાંધીનગર બોલાવી બાળકને સોપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...