કોણ બનશે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ?:રાહુલ ગાંધીની મરજી ચાલશે તો હાર્દિક પ્રદેશ પ્રમુખ બનશે, ભરતસિંહ જૂથ આ બાબતથી ખાસ રાજી નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત કોંગ્રેસના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી દિલ્હીમાં શુક્રવારે વન-ટુ-વન બેઠક કરવાના છે. તેઓ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તથા વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતાની નિમણૂંક બાબતે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની મરજી ચાલી જશે તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વર્તમાન કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલને પ્રમુખ બનાવી દેવાશે.

હાર્દિક પટેલ - ફાઇલ તસવીર
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર

ગુજરાત કોંગ્રેસના કેટલાંક નેતાઓ અને તેમાંય ખાસ ભરતસિંહ સોલંકી જૂથ આ બાબતે ખાસ રાજી નથી. તેમનો આગ્રહ સોલંકીને જ પક્ષ પ્રમુખ બનાવવાનો છે. જો હાર્દિક પટેલને જ પ્રમુખ બનાવવામાં આવે તો ભરતસિંહ જૂથના જ નેતા અને વર્તમાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવીને તે જૂથની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...