• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • If People From Other States Who Died From Gujarat Corona Also Provide Assistance Then Gujaratis Who Died While Undergoing Treatment In Other States Will Also Be Considered Eligible For Assistance.

કોવિડ-19 મૃતક સહાય:સરકાર અન્ય રાજ્યના લોકોને પણ સહાય આપશે તો અન્ય રાજ્યમાં સારવાર લેતા મોત થયું હોય તે ગુજરાતીઓ પણ સહાયને પાત્ર ગણાશે

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીજા રાજ્યની હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા ગુજરાતીઓને સહાય મળશે

ગુજરાત સરકાર દ્વારા કોવિડ-19થી મોત થનાર દર્દીના પરિવારજનોને રૂ. 50 હજારની સહાય ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં રાજ્યમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજયના દર્દીઓ પણ ગુજરાતમાં સારવાર લેતા હતા અને આ દર્દીઓના મોત ગુજરાતની હોસ્પિટલમાં થયાં હોય તો તેમને પણ સહાય ચૂકવાશે તેમ આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે, અન્ય રાજયની હોસ્પિટલમાં કોવિડની સારવાર લેનાર ગુજરાતના દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું હોય તો તેમના પરિવારને અન્ય રાજયની સરકાર સહાય ચુકવવાની છે, આવી રીતે ગુજરાત પણ અન્ય રાજયના દર્દીઓ ગુજરાતમાં કોવિડની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હોય તો તેમના પરિવારજનોને કોવિડની રૂ. 50 હજારની સહાય ચુકવશે. તેમણે કહ્યું હતું કે, આવા દર્દીઓના પરિવારજનોએ કોવિડ પોઝીટીવ હોવાનો રીપોર્ટ ઉપરાંત જે હોસ્પિટલમાં સારવાર લેતા હોય તે હોસ્પિટલનું ડેથ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે. સહાય માટે કૉ-મોર્બિડ જોવાશે નહીં

કોઇપણ દર્દીને કોવિડ સાથે અન્ય રોગ છે તેવા દર્દી 30 દિવસના હોસ્પિટલાઝેશન દરમિયાન મોત થયું હોય તેવા દર્દીના પરિવારજનોને પણ સહાય મળશે. કેટલાક કેસમાં કો-મોરબિડ દર્દી કોવિડ પોઝીટીવ આવ્યા અને હોસ્પિટલાઝેશન 30 દિવસથી વધારે થયો હોય અને તે દરમિયાન મોત થયું હોય તેવા કિસ્સામાં પણ સહાય ચુકવાશે. દાખલા તરીકે કોઇપણ વ્યકિતની કિડની ફેલ છે અને 30 દિવસમાં કે હોસ્પિટલમાં 30 દિવસ કરતા વધુ દિવસ સારવાર લીધી હોય અને મૃત્યુ થયું હોય તેવા દર્દીને પણ સહાય યુકવાશે.ટૂંકમાં આરોગ્ય વિભાગના સુત્રોના કહ્યા પ્રમાણે સહાયમાં રાજય સરકાર વધુ ઉદાર છે અને કોવિડથી મૃત્યુ પામનાર દર્દીને સહાય આપવા તત્પર છે.

સત્તાવાર 10,088 મૃતકો માટે વેરિફિકેશન વિના સહાય મળશે
સત્તાવાર રીતે 10,088 દર્દીઓના કોવિડથી મોત થયા છે તેવા દર્દીઓના નામની યાદી દરેક કલેકટરને સોંપી દેવામાં આવી છે. આ યાદી પ્રમાણે કલેકટરને ફોર્મ મળશે એટલે તેમનું બેંક એકાઉન્ટ અને સહાય મેળ‌વનાર વારસદાર નક્કી થઇ જતા હોવાથી બીજું કોઇ વેરિફિકેશન કર્યા વગર સીધી સહાય ચૂકવાશે તેમ સૂત્રોનું કહેવું છે. જે વ્યકિતનું નામ લિસ્ટમાં નથી તેવા દર્દીના પરિવારજનોને સહાય વેરિફિકેશન કર્યા પછી થશે.

અન્ય સમાચારો પણ છે...