કાયદામાં સુધારો કરવાની કવાયત:જમીન ગ્રાન્ટની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટની ફટકાર બાદ સરકારે વટહુકમ બહાર પાડી કાયદો સુધાર્યો

રાજ્ય સરકારના વિવાદાસ્પદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સામે થયેલી રીટ પિટીશનમાં હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ સરકારે હવે તબક્કાવાર કાયદામાં સુધારો કરવાની કવાયત હાથ ધરી છે. આદિવાસી વિસ્તારમાં વન અધિકાર કાયદા હેઠળ જમીન ગ્રાન્ટ કરવાની અરજી પેન્ડીંગ હોય તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે નહીં તેવી જોગવાઇ સાથે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરતો વટહૂકમ બહાર પાડ્યો છે.

સરકારે કાયદામાં કરેલા સુધારા મુજબ સરકાર એક એવી ઓથોરિટી બનાવશે જે સ્પેશિયલ કોર્ટની રચના કરશે. લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે તે નક્કી કરશે. આ પ્રકારની વ્યર્થ અરજીઓને કાર્યવાહીની મંજૂરી નહીં અપાય. હાઇકોર્ટે આપેલા તમામ દિશા નિર્દેશ અંગે આ વટહૂકમમાં સુધારા કરવામાં આવ્યા છે. જે મુજબ કોઇપણ વ્યક્તિને સ્પેશિયલ કોર્ટના આદેશ સામે વાંધો હોય તે હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. હાઇકોર્ટ સમક્ષ 30 દિવસમાં અપીલ કરવાની રહેશે. નોંધનીય છે કે રાજ્ય સરકારના વિવાદાસ્પદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સામે થયેલી રીટ પિટીશનમાં હાઇકોર્ટે ફટકાર લગાવતાં આખરે સરકારે હવે નાછૂટકે તબક્કાવાર કાયદામાં સુધારો કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...