તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:TBના દર્દી દવા નહીં લે તો મર્મ બોક્સથી ખબર પડશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે દર્દીઓ પાસે મોબાઇલ નથી તેવા દર્દીઓને આ મર્મ બોક્સ અપાશે
  • આ ડિવાઈસને રાજ્યના ટીબીની નિક્ષય એપની સાથે લીંકઅપ કરવામાં આવી છે

ટીબીના દર્દીઓ નિયમિત દવા લે તે માટે મર્મ બોક્સ આપવામાં આવશે. જો દર્દી ટીબીની દવા લેશે તેમજ નહી લે તેની પણ જાણ નિક્ષય એપના માધ્યમથી જિલ્લા ટીબી અધિકારીને જાણ થશે. આથી નજીકના પીએચસીને તેની જાણ કરીને દર્દીને દવા લેવા જણાવાશે. જોકે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે દર્દીની પાસે મોબાઇલ નથી તેવા દર્દીઓને આ મર્મ બોક્સ અપાશે.રાજ્યને પોલીયોથી મુક્ત કર્યા બાદ હવે ટીબીથી મુક્ત કરવા કેન્દ્ર સરકારે અભિયાન હાથ ધર્યું છે.

ટીબીના દર્દીઓ નિયમિત દવા લે તે માટે મોબાઇલ ફોનના માધ્યમથી દર્દીને જાણ કરવામાં આવે છે. પરંતુ જે દર્દીઓ પાસે મોબાઇલની સગવડ નથી તેવા દર્દીઓને મર્મ બોક્સ આપવામાં આવશે. મર્મ બોક્સનું નામ મેડિટેશન ઇવેન્ટ રિમાન્ડર મોનીટર તરીકે ઓળખાય છે. મર્મ બોક્સમાં મુકાયેેલા ડિવાયસને રાજ્યના ટીબીની નિક્ષય એપની સાથે લીંકઅપ કરવામાં આવી છે. આથી જ્યારે દર્દી દવા લે ત્યારે એપમાં ગ્રીન લાઇટ થાય છે. જો દર્દી દવા ના લે તો લાલ લાઇટ થાય છે.

આથી દર્દી દવા લેશે કે નહી તેની જાણ થઇ શકે છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પટેલે જણાવ્યું છે. ટીબી નાબુદી અભિયાનના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 50 બોક્સ આપવામાં આવ્યા છે. તેમાં સફળતા બાદ બીજા 200 બોક્સ આપવામાં આવશે. જોકે પ્રથમ તબક્કે આપેલા 50માંથી 7 બોક્સ દર્દીઓને આપી દેવામાં આવ્યા છે.

ડિવાઇસમાં ફીટ કરેલી બેટરી છ માસ ચાલે તેવી કેપેસીટીવાળી છે. ઉપરાંત બોક્સમાં પણ છ મહિના સુધી ચાલે તેટલી દવા હોય છે. ડિવાઇસમાં બેટરી 25 ટકા સુધી રહે ત્યારે બીપ બીપ અવાજ કરીને ચાર્જિંગ કરવા દર્દીને જણાવે તેવી પણ સુવિધા છે. ઉપરાંત લો બેટરી પણ 15 દિવસ સુધી ચાલે છે. વધુમાં દર્દી નિયમિત દવા લે તે માટે ડિવાઇસમાં નિયત કરેલા સમયે એલાર્મની પણ વ્યવસ્થા હોવાનું જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું છે.

સુરતમાં સફળતા બાદ જિલ્લામાં બોક્સ આપવામાં આવ્યા
ટીબીના દર્દીઓ નિયમિત દવા લે તે માટે પ્રથમ વખત મર્મ બોક્સની યોજના સુરત જિલ્લામાંં શરૂ કરી હતી. ત્યાં સફળતા મળ્યા બાદ હવે ગાંધીનગર જિલ્લામાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જો દર્દીઓ નિયમિત દવા લે નહી તો તેમને હઠિલો ટીબીની બિમારી થાય છે. આથી આવી સ્થિતિ ઉભી થાયન હી તે માટે મર્મ બોક્સ ટીબીના દર્દીઓ માટે ફાયદાકારક બની રહેશે તેમ જિલ્લા ટીબી અધિકારીએ જણાવ્યું છે.

બજારમાં બોક્સની કિંમત 3500 છે
આ ડિવાઇસવાળા બોક્સમાં ટીબીની દવા મુકીને દર્દીને મફત આપવામાં આવે છે. જો દર્દી દવા ના લે તો બોક્સના ડિવાઇસમાં લાલ લાઇટની સાથે બીપ બીપ અવાજ થાય છે. આ બોક્સ ત્રણ વખત ઉપયોગ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...