તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:STના કાયમી, ફિક્સ પગારી કર્મીને ઓળખપત્ર ન અપાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી ગુંચ અને અમલી પ્રણાલિકાઓનો ભંગ થતો હોવાથી ST નિગમે આદેશ કર્યો

એસ ટી નિગમના ડેપોમાંથી કાયમી અને ફિક્સ પગારી કર્મચારીઓને ઓળખકાર્ડ આપવામાં આવે છે. આથી નિગમની વહિવટી ગુંચ અને અમલી પ્રણાલિકાઓનો ભંગ થતો હોવાથી આવા ઓળખપત્રો નહી આપવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરના ડેપોમાં કાયમી અને ફિક્સ પગારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં કોરોનાની મહામારીને પગલે કરફ્યુ દરમિયાન અપડાઉન કરવામાં કર્મચારીઓને તકલીફ પડતી હતી. ડેપોના કર્મચારીઓ પાસે આઇ કાર્ડ નહી હોવાથી અવર જવરમાં તકલીફ પડતી હતી. આથી ડેપોના કર્મચારીઓને પડતી હાલાકીને દુર કરવા માટે એસ ટી ડેપોના મેનેજર કે અધિકારી દ્વારા કાયમી અને ફિક્સ પગારી કર્મચારીઓને ઓળખકાર્ડ અપાતા હોય છે. જોકે એસ ટી ડેપોના મેનેજર અને અધિકારી દ્વારા કર્મચારીઓને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આપેલા ઓળખકાર્ડનો દુરઉપયોગ થતો હોવાનુ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. એસ ટી નિગમના ગમે તે ડેપોમાં ફરજ બજાવતા કાયમી કે ફિક્સ પગારી કર્મચારીઓને ઓળખકાર્ડ આપવાની કામગીરી એસ ટી નિગમના સુરક્ષા શાખા દ્વારા કરવામાં આવે છે. હવે પછી આવા ઓળખપત્ર આપવા બદલ ડેપોના મેનેજર કે અધિકારીની અંગત જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવાનો ઉલ્લેખ પણ આદેશમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...