તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • I Used To Chew Patriotic Songs In The Class Which The Student Who Assimilated With A Leopard Is Today's Prime Minister Of The Country: Dr. Somabhai Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક:હું વર્ગમાં દેશભક્તિ ગીતો-પ્રસંગો વાગોળતો જેને એક ચિત્તે આત્મસાત કરનારા વિદ્યાર્થી એટલે આજના દેશના વડાપ્રધાન: ડૉ. સોમાભાઈ પટેલ

ગાંધીનગર14 દિવસ પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • સોમાભાઈને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે જે વિદ્યાર્થીને તેઓ ભણાવી રહ્યા છે તે દેશના વડાપ્રધાન બનશે
  • વયોવૃદ્ધ સોમાભાઇ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવીને તેમને ઝૂંપડપટ્ટીની અસ્થિર જીંદગીમાં ઉજાસ પાથરી રહ્યા છે

આજે શિક્ષક દિવસ છે. સોમાભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના શિક્ષક છે. ત્યારે સોમાભાઈ પટેલે શિક્ષક દિવસ નિમિત્તે જણાવ્યું કે, વડનગરમાં વર્ગમાં ભણાવવાની સાથે દેશભક્તિનાં ગીતો ગવડાવવા અને દેશભક્તિના પ્રસંગો વિદ્યાર્થીઓને કહેવાની મને ટેવ હતી. તે બાબતની સારી અસર વિદ્યાર્થીઓ અનુભવતા હતા. આવા સમયે વિદ્યાર્થીઓની નજર મારી સામે મંડાયેલી રહેતી. તે સમયે એક વિદ્યાર્થી સતેજ નજરે મારી સામે જોયા કરતો અને સૌથી વધારે અસર તે અનુભવતો હતો અને આ વિદ્યાર્થી એટલે આજના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી.

વડનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાનો પ્રારંભ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રમોદીના શિક્ષક ડૉ. સોમાભાઇ પટેલે તેમના સંસ્મરણો જણાવતાં કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી શિક્ષણ સમયે એક ધ્યાનથી જે તે બાબત પર ધ્યાન આપતાં અને તે અંગે તેમની આંખોમાં ચમક દેખાતી હતી. હુ વર્ગમાં દેશભક્તિનાં ગીતો ગાવાની અને દેશભક્તિના પ્રસંગો વિદ્યાર્થીઓને કહેવાની ટેવ ધરાવતા હતા. ત્યારે નરેન્દ્ર નામનો વિદ્યાર્થી તેમને એકીટસે નિહાળી દરેક વાતોને આત્મસાત કરતો હતો. સમય જતાં મેં વડનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક શાખાનો પ્રારંભ કર્યો હતો. જેમાં નરેન્દ્રને પણ સામેલ કરવામાં આવ્યો હતો. આજ શાખામાં નરેન્દ્ર મોદીનું મહત્ત્વનું ઘડતર થયું હતું અને આજે ભારત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે.

નરેન્દ્ર મોદી શિક્ષક અને વડિલોના ચરણ સ્પર્શ કરવાનું કદી નથી ચૂકતા

વર્ષ 2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે વખતે પોતાના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારા શિક્ષકોનો તેમણે સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેમણે મારા સહિત અન્ય શિક્ષકોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા. એટલું જ નહીં મારા જીવન ચરિત્ર આધારિત પુસ્તક બહાર પડયું ત્યારે નરેન્દ્ર મોદીએ મને શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. દર વર્ષે નૂતન વર્ષ નિમિત્તે નરેન્દ્ર મોદીને મળવા જતા ત્યારે તેઓ મારા જેવા શિક્ષક અને વડિલોના ચરણ સ્પર્શ કરવાનું કદી ચૂકતા નથી.

84 વર્ષની ઉંમરે પણ અવિરત શિક્ષણનો ધોધ વહાવી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરની શાળામાં ધોરણ 7 અને 8 સુધી ભણાવનારા શિક્ષક સોમાભાઈ છગનભાઈ પટેલ આજે 84 વર્ષની ઉંમરે પણ અવિરત શિક્ષણનો ધોધ વહાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત વિસનગર ખાતે વર્ષ 1938માં ખેડૂત પરિવારમાં જન્મેલા સોમાભાઈ પટેલ કુટુંબમાં એકમાત્ર શિક્ષિત સભ્ય હતા. ગુજરાતી વિષયમાં ડિગ્રી પ્રાપ્ત કરી વર્ષ 1961 થી વડનગરની શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનારા સોમાભાઈને સ્વપ્નમાં ખ્યાલ ન હતો કે જે વિદ્યાર્થીને તેઓ ભણાવી રહ્યા છે તે આજે દેશના વડાપ્રધાન બનશે.

નિવૃત સમયે તેમની પાસે 700 રજાઓ જમા હતી

વડનગર અને વિસનગર ખાતે શિક્ષક તરીકે સેવા આપનારા ડો. સોમાભાઇએ પાટણની કોલેજમાં 27 વર્ષ સુધી સેવા આપી હતી. વર્ષ 1991માં ગાંધીનગરની ઉમા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે તેમની નિમણૂક થતાં સોમાભાઇએ ગાંધીનગરમાં રહેવાની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતી વિષયમાં પીએચડી કરીને ડોક્ટરેટ ની ડિગ્રી પણ મેળવી છે. જેમને રજાઓ પ્રત્યે અણગમો હોવાથી નિવૃત થયા ત્યારે તેમની પાસે 700 રજાઓ જમા હતી. જેને તેમણે એમ જ જવા દીધી હતી. હંમેશા કૉલેજમાં સૌ પ્રથમ આવતા અને છેલ્લે જતાં સોમાભાઈને નિવૃત પછી મળતું પેન્શન પણ કામ વિના લેવું પસંદ નથી.

ઝૂંપડપટ્ટીના બાળકોને આપે છે નિઃશુલ્ક શિક્ષણ

સોમાભાઇએ જણાવ્યું હતુ કે, છેલ્લા છ સાત વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોને હું નિઃશુલ્ક શિક્ષણ આપુ છું. જોકે, હાલમાં કોરોના કાળના કારણે શિક્ષણ કાર્ય બંધ છે. અક્ષર જ્ઞાન તરીકે જાણીતા તેમના વર્ગોમાં 30 બાળકોને અન્ય સેવાભાવી શિક્ષકો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં આ ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વચ્છતા, રીતભાત અને શિષ્ટાચારના પણ પાઠ શીખવુ છું.

ઝૂંપડપટ્ટીની અસ્થિર જિંદગીથી છુટકારો મેળવી આત્મનિર્ભર બનેલી યુવતી
ઝૂંપડપટ્ટીની અસ્થિર જિંદગીથી છુટકારો મેળવી આત્મનિર્ભર બનેલી યુવતી

સોમાભાઈ પટેલે 7 પુસ્તકો પણ લખ્યા છે

નરેન્દ્ર મોદીથી માંડી ઝૂંપડપટ્ટીના બાળકોના જીવનનું ઘડતર કરનારા પીઠ વયોવૃધ્ધ વર્ષીય શિક્ષક એટલે ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલયમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોમાભાઈ પટેલ 83 વર્ષ પૂર્ણ કરીને 84 વર્ષે પણ અવિરત શિક્ષણનો ધોધ વહાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. સોમાભાઈ પટેલે વિવિધ વિષયો પર સાત પુસ્તકો પણ લખ્યાં છે. તેમનું માનવું છે કે શિક્ષક બાળકોની યશોદા માતા છે. શિક્ષકનું સૌ પ્રથમ કામ બાળકને વાત્સલ્ય પૂરું પાડી તેનું ઘડતર કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...