તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટમાં ફરિયાદ:વહેલાલમાં માલિકના મૃત્યુના 4 દિવસ બાદ ખોટા દસ્તાવેજથી જમીન વેચી મારી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 વીધા જમીન વેચી મારતાં કોર્ટમાં ફરિયાદ
  • પિતાના મૃત્યુ બાદ પુત્રે વારસાઈ અંગે કાર્યવાહી કરી ત્યારે દસ્તાવેજોમાં થયેલી ગોલમાલ ધ્યાને આવી

દસકોઈ તાલુકાના વહેલાલ ગામની સીમમાં વિવિધ સર્વે નંબરની 15 વીઘા જમીન જશુભાઈ અંબાલાલ પટેલ નામના માલિકીની આવેલી છે.જમીનના માલિકનું વતન વહેલાલ છે પરંતુ વર્ષોથી અમદાવાદમાં રહેછે અને તેઓની જમીન સ્થાનિક ખેડૂતોને વાવેતર માટે આપેલ છે.

સીધી લીટીના વારસદાર પુત્રએ વારસાઈ અંગે કાર્યવાહી હાથ ધરી ત્યારે ધ્યાન પર આવ્યું કે વિવિધ સર્વે નમ્બર વાળી જમીનમાં પિતાના નામ છે જ નહીં. વિવિધ સર્વે નમ્બર મા પડેલ નોંધ નમ્બર અને દસ્તાવેજ નમ્બરના આધારે તપાસ કરતા પિતાએ 18 માર્ચ 2021 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી જમીન ગાંધીનગર જિલ્લા અને તાલુકાના પ્રાતિયા સાહિલ પટેલ તેમજ શાહપુરના કુંવરજી ઠાકરને વેચી મારી હોવાનું ખુલ્યું.

અસલ માલિકના મૃત્યુ પછી બનાવટી માલિકના નામનો વેચાણ દસ્તાવેજ
વેચાણ દસ્તાવેજની તારીખ 18 માર્ચ 2021 જોતાજ પુત્રને સ્પષ્ટ અંદાજ આવી ગયો કે જમીન વેચાણ દસ્તાવેજમાં ખોટું થયું છે. કારણ 18 માર્ચે વેચાણ દસ્તાવેજ બને તેના 4 દિવસ પૂર્વે 14 માર્ચે પિતાનું અવસાન થયેલ છે. તો 18 માર્ચ 2021 ના રોજનો દસ્તાવેજ બનેજ કઈ રીતે.આમ જમીન માલિકની મરણ પછી થયેલ વેચાણ દસ્તાવેજે ખોટું થયાનું પુરવાર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...