ચૂંટણી:કાર્યકરોનું સમર્થન છતાં મે ચૂંટણી લડવાની ના પાડી: નીતિન પટેલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મહેસાણાની સભામાં પૂર્વ ડેપ્યુટી CMનો હુંકાર
  • ‘હું મહેસાણા છોડીને ક્યાંય પણ જવાનો નથી’

રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ તેમની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે ત્યારે નીતિન પટેલે મહેસાણામાં એક સભામાં એવો હુંકાર કર્યો હતો કે મહેસાણામાં 90 ટકા કાર્યકરોએ ઉમેદવાર તરીકે મારા નામનો અભિપ્રાય આપ્યો હતો. છતાં મેં ઉમેદવારી નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો.

મહેસાણામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં નીતિન પટેલે કહ્યું કે સેન્સની પ્રક્રિયા દરમિયાન જે કાર્યકરોને અધિકાર હતો તે પૈકીના 90 ટકાએ મારા નામ માટે અભિપ્રાય આપ્યો હતો. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં હું સભ્ય છું, ત્યાં પણ નિરીક્ષકોએ એ જ વાત કરી હતી. કોઈ લાંબી ચર્ચા નથી થઈ બે જ મિનિટમાં વિચારણા પૂરી થઈ ગઈ, છતાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કંઈ નક્કી થાય તે પહેલાં મંે પત્ર લખી ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી હતી. આ સમયે વિજયભાઈએ પણ એવી જાહેરાત કરી અને તે પછી અન્ય મિત્રોએ પણ જાહેરાત કરી પરંતુ આવી જાહેરાતની શરૂઆત મેં કરી અને ઓટોમેટિક બીજા મિત્રો જાહેરાત કરવા લાગ્યા.

નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૂચક રીતે એવું પણ કહ્યું કે તમને બધાને હું કહી દઉં છું કે હું મહેસાણા છોડવાનો નથી. ચૂંટણી લડાવીને જતા રહે એવો હું ખેલાડી નથી. એ રાજકારણીઓ જુદા હશે.

અન્ય સમાચારો પણ છે...