યાતના:‘તું મને ગમતી નથી, છૂટાછેડા આપ’ કહી પત્નીને મોતની ધમકી આપી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સે-25ની યુવતીની પતિ, નિવૃત્ત DySPદાદા સસરા સહિત 5 સામે ફરિયાદ

શહેરના સેક્ટર-25માં રહેતી યુવતિના લગ્નમાં એક વર્ષમાં ભંગાણ પડ્યું છે. સાસરિયાઓ દ્વારા દહેજ માગી ત્રાસ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ યુવતીએ કરી છે. જેમાં પરણિતાએ સાસરીપક્ષમાં પતિ, નિવૃત ડીવાયએસપી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના સેક્ટર-25માં રહેતી કિન્નરીબેન નટવરસિંહ કુંપાવતના લગ્ન ડાકોરમાં રહેતા જયવીરસિંહ ગણપતસિંહ દેઓલ સાથે થયા હતા. ચિલોડામાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં ગત જાન્યુઆરી-2021માં લગ્ન થયા તે દિવસે જ સાસરીપક્ષના લોકોએ લગ્નમાં જ યુવતિના પિતાને લોકોની નજરમાં ઉતારી દીધા હતા. જેમાં તેઓએ લગ્નમાં યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાની રીવાજ મુજબ કરીયાવર ન આપ્યું હોવાની ફરિયાદો કરી હોવાનો દાવો યુવતીએ કર્યો છે.

લગ્નના બાદ પરણિતા પિયર ગાંધીનગર આવી હતી, બાદમા આણું તેડવા આવતા ફરીથી સાસરીમાં ગઇ હતી. તે સમયે પતિ પત્નિથી દૂર રહેતો હતો અને જમવાનું બનાવતા આવડતું નથી હોવાના મહેંણા મારતો હતો. સાસુ પણ મહેંણા મારતા હતા કે,‘મારા દિકરાનો હાથી ઉપર વરઘોડો કાઢવાનો હતો, પરંતુ તારા બાપાએ ઢંગઢાળ વગરના લગ્ન કરેલા છે. જા તારા બાપાના ઘરેથી 5 લાખ રૂપિયા લઇને આવ, જો મારા પતિ જીવતા હોત તો આવી વહુ મારા ઘરમાં ના આવતી.’

બીજી તરફ પતિ ‘મને તું જોઇતી નથી’ કહેતાં પરણિતા પિયર ગાંધીનગર આવી ગઇ હતી. ત્યારબાદ પરણિતાના પતિ જયવીરસિંહે ગત ઓગસ્ટ મહિનામાં ઇન્ફોસિટી બોલાવી હતી. જ્યાં તેણે કહ્યું હતું કે,‘મને છુટાછેડા આપી છે, તું મને ગમતી નથી અને હું તારી સાથે રહેવા માગતો નથી.’ કહીને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નિકળી ગયો હતો.

જેને લઇને પરણિતાએ પતિ જયવીરસિંહ ગણપતસિંહ દેઓલ, પતિના નિવૃત ડીવાયએસપી દાદા કિશોરસિંહ શિવનાથસિંહ દેઓલ, સાસુ રાજશ્રીબા ગણપતસિંહ દેઓલ, પતિના નાના રામસિંહ ખેંગારજી ચૌહાણ (તમામ રહે, ગોકુલનગર સોસાયટી, ડાકોર) અને પતિના મામા દિલીપસિંહ રામસિંહ ચૌહાણ (રહે- સેક્ટર 28, બીકે સોસાયટી, ગાંધીનગર) સામે માનસિક ત્રાસ આપવા અને દહેજ માગવા બાબતની સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...