ભાજપમાં ભડકો:‘પેથાપુરમાં વિકાસનાં કામો મેં કર્યા ને પક્ષ વિરોધીઓને ટિકિટો ફાળવી દેવાઈ ’

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ સરપંચે લોકો અને પ્રદેશ પ્રમુખ સમક્ષ હૈયાવરાળ ઠાલવી!
  • રણજિતસિંહ વાઘેલાએ મેસેજ વાઈરલ કરતા રાજકીય ગરમાવો

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને હવે 18 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે પેથાપુર ભાજપમાં ભડકો થયો છે, જેમાં પહેલાં ટિકિટ અને તે બાદ પ્રચારમાં સહિતની બાબતોમાં અવગણના થતાં પૂર્વ સરપંચે પોતાની હૈયાવરાળ ઠાલવી છે. પેથાપુરના પૂર્વ સરપંચ અને નગરપાલિકામાં બે વખત પ્રમુખ રહી ચૂકેલા રણજીતસિંહ વાઘેલાએ અંગે મેસેજ વાઈરલ કરીને નાગરિકો સમક્ષ પોતાની વ્યવસ્થા ઠાલવી હતી. તેઓ દ્વારા આ મેસેજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના પ્રદેશના નેતાઓ સુધી પણ પહોંચાડવામાં આવ્યા છે. તેમણે લખ્યું છે કે, ‘2005, 2013 અને છેલ્લા 2016માં ભાજપની નગરપાલિકા બનાવી. 2018 એસ.સી.ની સીટ હોવાથી પેટા ચૂંટણીમાં તન-મન-ધનથી ખર્ચો કર્યો હતો.

આ પેટા ચૂંટણીમાં હાલના આયાતી ચારેય ઉમેદવારોને કોંગ્રેસને જીતાડવી હતી. છતાં મારા પ્રયત્નથી મેં પેથાપુર નગરપાલિકા ભાજપ શાસિત બનાવી. 2001થી લઈને 2020 સુધી મેં પેથાપુરમાં પાણીના 7 ટ્યુબવેલ, તમામ જર્જરિત શાળાઓ રીપેરીંગ કરાવ્યું હતું. પેથાપુરમાં ઘરે-ઘરે કુલ 2500 જેટલા ટોયલેટ બનાવી મુખ્યમંત્રીના હાથે પ્રમાણપત્ર મેળવેલ હતું. પેથાપુરને ઉકરડો અને રોગચાળાનું ઘર બનાવતી ડંપિંગ સાઇટને અગ્રણીઓના સાથ સહકાર અને ઉપર સરકારને રજુઆત કરી અટકાવી દીધી હતી. આ સિવાય પણ અનેક વિકાસના નામો મેં કર્યા છતાં અંતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થતાં કિન્નખોર લોકોએ મારી પ્રામાણિકતાને બદનામ કરવા પાર્ટી વિરોધી વ્યક્તિઓને ટિકિટો આપી સમગ્ર પેથાપુર નગરજનોનું અપમાન કર્યું છે.’

‘44 સામે 4ને ટિકિટ મળે એટેલ થોડી નારાજગી રહે’ : આ અંગે વોર્ડ-2ના ભાજપ પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે,‘44 લોકો ટિકિટ માંગતા હોય અને 4ને ટિકિટ મળે તો થોડી નારાજગી રહે તે સ્વાભાવિક છે. પાર્ટીએ રણજિતની કામગીરી પ્રમાણે તેમને સરપંચથી લઈ પાલિકા પ્રમુખ સુધીના પદ આપેલા જ છે. પહેલાં સમય અલગ હતો અને વિસ્તાર-નાગરિકોને લઈને પરિસ્થિતિ અલગ છે. અમારે તો પાર્ટી માટે કામ કરવાનું હોય.’

અન્ય સમાચારો પણ છે...