ક્રાઇમ:કેન્સરમાંથી બચાવનારી પત્નીને જ પતિએે ઘરમાંથી કાઢી મૂકી!

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ના 22 વર્ષે મહિલાની પતિ સામે દહેજ માંગણીની ફરિયાદ

સેક્ટર-3 ખાતે રહેતી મહિલાએ લગ્નના 22 વર્ષે પતિ સામે દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સે-3/સી, પ્લોટ નં-644/2 ખાતે રહેતાં પરેશાબેન નરેન્દ્રપુરી ગોસ્વામીએ (42 વર્ષ) આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિએ યોગ્ય રીતે ધંધો કર્યો ન હતો અને દારૂ પાછળ જ પડી રહ્યાં હતા
જે મુજબ મહિલાના લગ્ન 1998માં સિધ્ધપુર ખાતે રહેતાં પરેશભારથી દેવકરભારથી ગોસ્વામી સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેમને એક દીકરી હતી, જેનું 15 વર્ષની વયે 2015માં અવસાન થયું હતું. મહિલાના દાવા પ્રમાણે લગ્નના થોડા દિવસોમાં પતિને દારૂની લત હોવાનું ધ્યાને આવતા તેમણે પતિને દારૂ છોડવાનું કહ્યું હતું. જોકે પતિએ ‘તને છોડી દઈશ પર દારૂ તો નહીં જ છોડું’ કહ્યું હતું. લગ્નના 1 વર્ષ પછી તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જે બાદ પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને મારઝુડ કરવાનું ચાલુ કરી દીધું હતું. કામધંધો ન કરતાં પતિએ પૈસાની માંગણી કરતાં મહિલાના મામાએ તેને મોડાસામાં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લઈ આપ્યો હતો અને 2 લાખ દહેજના આપ્યા હતા. જોકે પતિએ યોગ્ય રીતે ધંધો કર્યો ન હતો અને દારૂ પાછળ જ પડી રહ્યાં હતા. જેને પગલે મહિલા પરિવાર સાથે ગાંધીનગર આવી ગઈ હતી. પતિને કેન્સરની બીમારી પત્નીએ ઈલાજ કરાવ્યો હતો. જોકે સાજા છતાં જ પતિ પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયો હોવાનો પત્નીનો આક્ષેપ છે. દિવસ-રાત ખોટા ધંધામાં સમયપસાર કરતાં પતિએ દીકરીનું પણ ધ્યાન રાખ્યું ન હતું. જેને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાથી તેનું મોત થયું હતું. જે બાદ પણ પતિના સ્વભાવમાં સુધારો આવ્યો ન હતો દહેજ માટે મેણાટોણા માર્યા હતા. દીકરીનું ઘર બચાવા માતાએ પોતાની બચતમાં સે-3-સી ખાતેનું ઘર લઈ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...