સાસરિયા સામે ફરિયાદ:પતિ પત્નીને રોજ મ્હેણું મારતો, તારા પિતાએ હજી પણ ફ્લેટ આપ્યો નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે-25ની પરીણિતાની ત્રાસ આપવાના આક્ષેપ સાથે સાસરિયા સામે ફરિયાદ
  • પુત્રીનો જન્મ થતાં સાસુ-સસરા મ્હેણાં મારતાં હોવાનો પણ આક્ષેપ કરાયો

દહેજની માગણી સાથે ગાંધીનગરની વધુ એક પરીણિતાએ પોલીસનું શરણું લીધું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરના સેક્ટર 14માં રહેતી યુવતિના સમાજના રીતરિવાજ મુજબ સેક્ટર 25માં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્ન જીવન સુખરૂપ ચાલતુ હતુ. પરંતુ લગ્નના પાંચ વર્ષ બાદ પરણિતાને દહેજ બાબતે માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. તારા પિતા ફ્લેટ લઇ આપવાનુ કહેતા હતા, પરંતુ હજુ સુધી લઇ આપ્યો નથી. કહીને પરણિતાને માનસિક હેરાન કરવામા આવતા આખરે પરણિતાએ મહિલા પોલીસ મથકમાં સાસારિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

પરણિતાએ મહિલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ મુજબ કૃતિકાબેનના લગ્ન સેક્ટર 25મા રહેતા યુવક દિગ્વિજયસિંહ સાથે થયા હતા. સુખી સંસાર દરમિયાન એક દિકરી અને એક દિકરાને પણ જન્મ આપ્યો હતો. પરંતુ પતિને કંપનીના પ્રોજેક્ટ હેતુ અમેરીકા જવાનુ થયુ હતુ, તે અમેરીકા રહેતા હતા અને પરણિતા સાસુ સસરા સાથે રહેતી હતી. તે સમયે પહેલા દિકરીનો જન્મ થયો હોવાથી તે બાબતે મ્હેણા ટોણા મારતા હતા. જ્યારે પરણિતા તેનો સંસાર બચાવવા ત્રાસ સહન કરતી હતી.

અમેરીકા જતા પહેલા પતિએ બાદમા પત્નિને લઇ જવાનુ કહ્યુ હતુ અને છ મહિના પછી પત્નિને અમેરીકા લઇ ગયો હતો. જ્યા બંનેનુ લગન જીવન સુખેથી ચાલતુ હતુ. પરંતુ સાસુ સસરા પણ અમેરીકા ગયા બાદ પરણિતા વિરુદ્ધ પોતાના દિકરાને ચઢામણી કરવા લાગ્યા હતા. દહેજ બાબતે વારંવાર સંભળાવતા હતા અને કહેતા કે તારા પિતાએ ફ્લેટ લઇ આપવાનો કહ્યો હતો, પરંતુ લઇ આપ્યો નથી. ત્યારબાદ 3 મહિના બાદ સ્વદેશ પરત આવી ગયા હતા.

આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, પ્રેગ્નેન્ટ હોવા છતા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. અવાર નવાર સુખી સંસારમા આગ લાગતી હતી. સામાજિક રીતરિવાજ મુજબ મીટીંગ કરાઇ હતી. તેમા પણ સાસરિ પક્ષ દ્વારા ના પાડી દેવામા આવી હતી. એક વાર ભવિષ્યનુ વિચારીને પતિ તેડવા આવ્યા તે સમયે પરણિતા સાસરીમાં ગઇ હતી. એક વર્ષ દંપતિ એકલુ રહેતુ હતુ, બાદમા ઝગડો થયો હતો. દિકરીના પિતાએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતા ના પાડતા આખરે પરણિતાએ પતિ દિગ્વિજયસિંહ, સાસુ વિદ્યાબેન, સસરા મનસુખભાઇ, જેઠ રોહિતભાઇ અને નણંદ કાશ્મીરાબેન સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...