કાર્યવાહી:દહેગામ-મોડાસા રોડ ઉપરથી દારૂ અને બિયર સાથે પતિ-પત્ની ઝડપાયા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદેશી દારૂની બોટલ અને બિયર સાથે પતિ-પત્ની ઝડપી પાડ્યા. - Divya Bhaskar
વિદેશી દારૂની બોટલ અને બિયર સાથે પતિ-પત્ની ઝડપી પાડ્યા.
  • વિદેશી દારૂ સાથે ગાડી સહિત કુલ રૂપિયા 78460ની મત્તા જપ્ત

દહેગામ મોડાસા રોડ ઉપર ભાદરોડા ચોકડી પાસેથી પસાર થતી મારૂતી વાનને ઉભી રાખીને પોલીસે તપાસ કરી હતી. વાનમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવતા પતિ પત્નીની ધરપકડ કરીને વાન તેમજ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 78460નો મુદ્દામાલ જપ્ત લઇને રખિયાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં સઘન પેટ્રોલીંગની સુચનાને પગલે રખિયાલ પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગ કરીને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે દહેગામથી મોડાસા રોડ ઉપરની ભાદરોડા ચોકડી પાસે વિદેશી દારૂ ભરીને વાન પસાર થવાની હોવાની બાતમી મહેશકુમાર ગુણવંતભાઇને મળી હતી. આથી પોલીસે ભાદરોડા ચોકડી પાસે તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીવાળી મારૂતી વાન પસાર થતાં પોલીસે ઉભી રાખી હતી.

પોલીસે મારૂતી વાનના ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ જીતેન્દ્રકુમાર પુનાજી ભગોરા તેમજ બાજુની સીટમાં બેઠેલી તેની પત્ની સવિતાબેન જીતેન્દ્રકુમાર ભગોરા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વવિધ બ્રાન્ડની વિદેશી દારૂની છુટક બોટલો અને બિયરના ટીન મળી આવી હતી. મારૂતી વાનમાંથી કુલ 9360ની દારૂ અને બિયરના કુલ-170 બોટલ અને ટીન મળી આવ્યા હતા. ઉપરાંત પતિ પત્ની પાસેથી મોબાઇલ ફોન અને વાન સહિત કુલ 78460નો મુદ્દામાલ જપ્ત લઇને રખિયાલ પોલીસે પતિ-પત્ની વિરૂદ્ધ ગૂનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...