રાજ્યમાં ફરી કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના હળવા લક્ષણો જણાતા ઋષિકેશ પટેલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશ પટેલ હાલ તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. સોમવારથી પટેલના કાર્યાલયમાં તેમને મળવા આવનાર અરજદારો માટે માસ્ક ફરજિયાત કરાયું હતું.
ડૉક્ટરોની સલાહ મુજબ હોમ આઇસોલેસન હેઠળ
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ‘કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતાં મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પર હોમ આઇસોલેસન હેઠળ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.’ ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગ કાર્યક્રમમાં તેઓ હાજર હતા.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું
જિલ્લામાં મંગળવારે 5 કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણામાં 2, વિસનગરમાં 2 અને કડીમાં 1 કેસ સામે આવ્યો હતો. 114 દિવસ અગાઉ 26 ફેબ્રુઆરીએ એક સાથે 6 કેસ સામે આવ્યા હતા. 3 દર્દી સાજા થતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઇ છે. આ સ્થિતિ 111 દિવસ અગાઉ 2 માર્ચના રોજ હતી. આરોગ્ય વિભાગે 1104 સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે.જ્યારે પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં એક અને ચાણસ્મા શહેરમાં બે કેસ નોંધાયા હતા. જેમાં 4 દર્દી સાજા થતાં એક્ટિવ કેસ 7 થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.