ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સતત સવાલો થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિની જાતતપાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 એપ્રિલથી શરૂ થનારી ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બનાવેલા ટેકનોલોજી આધારિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની 1 કલાક માટે મુલાકાત લેશે તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો સાથે ઑનલાઇન સંવાદ કરશે. 18 એપ્રિલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતનો પ્રારંભ જ મોદી આ સેન્ટરની મુલાકાતથી કરશે.
ગુજરાત સરકારે ગયા વર્ષે આ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો હતો, જે સંપૂર્ણ ટેકનોલોજી આધારિત છે. ગુજરાતની 54,000 જેટલી શાળાઓના 3 લાખ શિક્ષકો અને 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન રાખતા આ કમાંડ કંટ્રોલરૂમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી, અભ્યાસક્રમ, નવા શિક્ષણ મોડ્યુલ્સ, સમયાંતરે ગુણવત્તા ચકાસણી જેવાં કાર્યો થાય છે. મોદી અહીં દરેક વિભાગમાં ફરીને આ સેન્ટરની સંપૂર્ણ જાણકારી મેળવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત મોદી આ સંવાદ કાર્યક્રમ દરમિયાન શિક્ષણો, શિક્ષણ સંયોજકો, વાલીઓ તથા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તરીકે સ્થાનિક પંચાયતના સભ્યો તથા ગ્રામીણ લોકો સાથે પણ તેમના મનની વાત જાણશે.
આ દરમિયાન ગુજરાતના શિક્ષણ મોડલ અંગે તેમના પ્રતિભાવો અને અભિપ્રાય પણ મોદી મેળવશે. ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં થયેલા વિવાદ બાદ જ અચાનક આ કાર્યક્રમ નક્કી થયો છે. અહીં મોદી સમગ્ર ભારતમાં ગુજરાતના શિક્ષણ મોડલ અંગે લોકોને વાકેફ કરશે.
પીએમ મોદીના ત્રણ દિવસના પ્રવાસની રૂપરેખા
... શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
આ અંગે જ્યારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાનની મુલાકાત અંગેનો ડિટેઇલ કાર્યક્રમ અમને મળ્યો નથી. રાજ્ય સરકારના દરેક વિભાગે તેમના સંબંધિત કાર્યક્રમમાં હાજર રહેવા માટે વડાપ્રધાનને આમંત્રણ મોકલાયાં છે, એમાંથી તેઓ તેમની અનુકૂળતા મુજબ પોતાની પસંદગીના આમંત્રણનો સ્વીકાર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.