તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હોસ્ટેલ સંચાલક હાઈ-વે પર પીઝા ખાવા રોકાયા ને કારમાંથી રોકડા 25 હજાર, લેપટોપ ચોરાયાં

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપોલો સર્કલ પાસેની ઘટના અંગે પોલીસે શરૂ કરેલી તપાસ
  • સંચાલક મિત્ર સાથે પીઝા ખાઈને પરત આવ્યા ત્યાં પાર્કિંગમાં મૂકેલી કારના કાચ તૂટેલો જોવા મળ્યો

એપોલો સર્કલ પાસે આવેલી એક હોટલમાં શહેરમા હોસ્ટેલ ચલાવતા સંચાલક અને તેમનો મિત્ર પીઝા ખાવા ગયા હતા. તે સમયે તેમની કાર રોડ સાઇડમાં પાર્ક કરી હતી. જેમાં રોકડ અને એક લેપટોપ પડ્યુ હતુ. ત્યારે પીઝા ખાવા ગયા તે દરમિયાન અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રોકડ અને લેપટોપ લઇ ફરાર થઇ જતા પીઝા મોંઘા પડ્યા હતા. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ વિરમ જોધાભાઇ ગઢવી (રહે, સેક્ટર 7, ગાંધીનગર) સેક્ટર 7 ખાતે ખાનગી હોસ્ટેલ ચલાવે છે. ગત રવિવારે પોતાની કાર લઇને કુડાસણમા રહેતા મિત્ર સંજય બાબુભાઇ ઢોલા સાથે એપોલો સર્કલ પાસે આવેલી એક હોટલમાં પીઝા ખાવા માટે ગયા હતા. તે સમયે કારને હોટલ સામેના પાર્કિગમાં મુકવામા આવી હતી. જ્યારે આશરે એક કલાક બાદ હોટલમા જમીને પરત કાર લેવા માટે ગયા તે સમયે તેમની કારનો કાચ તુટેલી હાલતમા જોવા મળ્યો હતો.

જ્યારે કારમા મુકવામા આવેલી લેપટોપની બેગ અને રોકડ રૂપિયા 25 હજાર જોવા મળ્યા ન હતા. જેને લઇને અડાલજ પોલીસ મથકમા અજાણ્યા ચોર સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હોસ્ટેલ સંચાલકને કારમા નાણા અને જરૂરી દસ્તાવેજ સાથેનુ લેપટોપ કારમા મુકી પીઝા ખાવા જતા ભારે પડ્યુ હતુ અને ચોરી થઇ હતી. બીજી તરફ હોટલના પાર્કિગ સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હોટેલના પાર્કિગમા ચોકીદાર મુકવામા આવ્યો હતો કે ન હતો ? તેની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતા કાર્યવાહી હાથ ધરાઈ.

અન્ય સમાચારો પણ છે...