તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:સ્વચ્છતા સર્વેક્ષણમાં જોડાયેલા નાગરિકો, સંસ્થાઓનું સન્માન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજેતાઓ ઉપરાંત કોરોનાકાળમાં અનેકવિધ સેવા પુરી પાડનાર સંસ્થાઓ અને ઉદ્યોગકારોનું સન્માન  કરવામાં આવ્યુ હતું. - Divya Bhaskar
વિજેતાઓ ઉપરાંત કોરોનાકાળમાં અનેકવિધ સેવા પુરી પાડનાર સંસ્થાઓ અને ઉદ્યોગકારોનું સન્માન  કરવામાં આવ્યુ હતું.
  • મેયરના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દેશના ટોપ-25 સિટીમાં ગાંધીનગર 15મા ક્રમે અને 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના નેશનલ રેન્કીંગમાં 8મા નંબરે આવ્યું હતું. બીજી તરફ સફાઈ મુદ્દે ઈનોવેશન અને બેસ્ટ પ્રેક્ટીસ કેટેગરીમાં ગાંધીનગરને બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે.

જેમાં મનપા દ્વારા ચલાવાયેેલી વિવિધ ઝુંબેશમાં જાગૃત્ત નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો વ્યાપક સહયોગ મળ્યો હતો. સોમવારે આવા જાગૃત્ત નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનું મહાનગર પાલિકા ખાતે મેયરના હસ્તે સન્માન કરીને તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે,‘સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મેળવવા દરેક સન્માનિત વ્યક્તિ અને સંસ્થાએ સ્વચ્છતા ઝુંબેશમાં વધુ લોકોને જોડવાના છે અને સ્વચ્છતાને કાયમની ટેવ બનાવવાની છે.’ સ્વચ્છતા સર્વેક્ષણમાં મનપાને 3 સ્ટાર રેટીંગ મળ્યુ હતું. હવે મનપા દ્વારા 5 રેટીંગ મેળવવાની દિશામાં સ્વચ્છતા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. ત્યારે વધુને વધુ લોકો જાગૃત બને તે માટે સેનિટેશન બ્રાન્ચ દ્વારા અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. તેમાં વિજેતાઓને પુરસ્કૃત પણ કરાયા હતાં. ત્યારે સોમવારે આ વિજેતાઓ ઉપરાંત કોરોનાકાળમાં અનેકવિધ સેવા પુરી પાડનાર સંસ્થાઓ અને ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો