સન્માન:કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી 42 મહિલા કર્મયોગીઓનું સન્માન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાકાળમાં ઉમદા કામગીરી બદલ 42 મહિલાઓનું સન્માન થયું. - Divya Bhaskar
કોરોનાકાળમાં ઉમદા કામગીરી બદલ 42 મહિલાઓનું સન્માન થયું.
  • મહિલા આયોગે 1800 ગામડાંમાં 60 હજારથી વધુ મહિલાને રસી અપાવી

કોરોનાકાળમાં આરોગ્ય તેમજ પોલીસ ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરનારી 42 મહિલા કર્મયોગીનું સન્માન મહિલા આયોગે કર્યું હતું. સમાજમાં મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓએ જ મદદ કરવી પડશે તેમ મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું છે.

સમાજમાં પરિવર્તન લાવવા માટે મહિલાઓની ભૂમિકા મહત્વની છે. મહિલાઓ પગભર બનશે તો જ ઘરેલું હિંસાઓના પ્રમાણમાં ઘટાડો આવશે તેમ મહિલા આયોગ ગુજરાત દ્વારા મહિલાઓના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખાબહેન શર્માએ જણાવ્યું હતું. ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન આંકોલિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નારી અદાલત શરૂ કરીને 22 હજાર મહિલાના પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો છે. મહિલા આયોગ દ્વારા કોરોનાકાળમાં 1800 ગામડાંમાં મહિલાઓને જાગ્રત કરીને 60 હજાર મહિલાને રસી આપવામાં આવી છે.

કોરોનાથી બચવા માટે મહિલાઓને જાણકારી આપવા મહિલા આયોગે 61 સેમિનાર યોજીને 61 હજાર મહિલાને જાગૃત કરી તેમજ માસ્ક બનાવવાની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમ, મહિલા આયોગના સભ્ય સચિવ કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, કલોલ પાલિકાના પ્રમુક ઉર્વશીબેન પટેલ, ડીવાએસપી મજીતાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...