તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:ગાંધીનગરમાં ઘટેલી હનીટ્રેપની ઘટના નગરજનો માટે લાલ બત્તી સમાન કિસ્સો, ડાન્સ કલાસમાં દીકરીઓને મોકલતા માં-બાપે ચેતવાની તાતી જરૂરિયાત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાન્સ ક્લાસમાં જતી યુવતીએ કાળુ કામ કરી યુવકને બ્લેકમેલ કર્યો
  • નાની ઉંમરમાં જ પૈસાદાર થવાની લાલચમાં પોલીસ સ્ટેશન પહોંચી ગઇ

ગાધીનગરમાં મધ્યમ વર્ગના પરિવારની યુવતીને શોર્ટકટમાં પૈસાદાર થવાની લાલચ આપી ડાન્સ કલાસ સંચાલકે હની ટ્રેપ ગોઠવી ગાંધીનગરનાં યુવાનને અશ્લીલ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી 15 લાખ માંગીને ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતાં આ કિસ્સો શહેરનાં ડાન્સ તેમજ ગરબા ક્લાસમાં દીકરીઓને મોકલતાં માં- બાપ માટે ખતરાની ઘંટી સમાન છે.

ગાંધીનગરનાં સેકટર 24 એમ/32/375માં રાજસ્થાનનો વિશાલ ઉર્ફે વનરાજ ભરતભાઈ મોદી સેક્ટર-21 માં ડાન્સ ગરબા ક્લાસ ચલાવતો હતો. જેનાં કલાકમાં શહેરની સુખી સંપન્ન મહિલાઓ તેમજ યુવતીઓ ડાન્સ શીખવા આવતી હતી. આ ડાન્સ કલાસમાં પેથાપુર સંજરી પાર્કમાં રહેતો ભરત ઉર્ફે વિરાટ બાબુભાઈ ઠાકોર પણ જતો હતો. જેનાં કારણે બન્ને ગાઢ મિત્રો બની ગયા હતા. અને બન્નેએ ડાન્સ શીખવા આવતી ભોળી ભાળી યુવતીઓને ફસાવવાના પેતરા શરૂ કરી દીધા હતા.

આ દરમિયાન કાજલ ઉર્ફે પાયલ પણ ડાન્સ શીખવા આવતી હતી. કાજલ મૂળ અયોધ્યાની રહેવાસી તેમજ તેના પિતા ગાંધીનગર જીઆઈડીસીમાં નોકરી કરતા હોવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી શરૂઆતથી જ હતી. ત્યારે વિશાલ મોદી ડાન્સ કલાસમાં આવતી યુવતીઓને ફસાવવાના પેતરા કરતો હોવાથી તેની જાળમાં કાજલ ફસાઈ ગઈ હતી. જેને પોતાનું મકાન તેમજ નાની ઉંમરમાં જ પૈસાદાર થવાની લાલચ આપવામાં આવી હતી.

કાજલ પણ અન્ય ધનાઢય યુવતીઓ જેવી જીવન શૈલી જીવવાનાં અરમાનો ધરાવતી હોવાથી વિશાલની વાતોમાં આવી ગઈ હતી. જેનાં પગલે વિશાલ મોદી, ભરત ઠાકોર અને જય રાવલ ના ષડયંત્રમાં ફસાઇ સેકટર-11 માં ઝેરોક્ષનાં વેપારીને પોતાની મોહજાળમાં ફસાવી હની ટ્રેપ ગોઠવી કાજલે પોતાની આબરૂ લૂંટાવી દીધી હતી. ત્યારે આ કિસ્સો દીકરીઓને ડાન્સ ગરબા કલાસમાં મોકલતા માં બાપ માટે ખતરાની ઘંટી સમાન છે.

ગાંધીનગરના ઠેર ઠેર ખુલી ગયેલા ડાન્સ અને ગરબા કલાસમાં યુવતીઓને ફસાવવાની પ્રવૃતિઓ ફૂલી ફાલી હોવાનો તાજો દાખલો હની ટ્રેપનો છે. ગાંધીનગરમાં યોજાતા નવરાત્રી મહોત્સવની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાતી હોય છે. ત્યારે યુવતીઓમાં પણ નવરાત્રીનું આગવું આકર્ષણ રહેતું હોય છે. જેનાં કારણે યુવતીઓ શહેરનાં ડાન્સ ગરબા ક્લાસિસમાં જતી હોય છે. જ્યાં સંચાલકની ગરબાની આગવી શૈલી તેમજ જીતેલા ઈનામોની ટ્રોફીઓ જોઈ યુવતીઓ ઘણી પ્રભાવિત થઈ જતી હોય છે.

પોતાને પણ નવરાત્રીમાં ઈનામ મળે તેવી તૈયારીઓ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરતી હોય છે. અને ધીમે ધીમે યુવતી તેના તરફ આકર્ષિત થતી જાય છે અને સંચાલક તેમજ અન્ય ડાન્સ કરવા આવતા યુવકોની પ્રેમ જાળમાં ફસાઈ જતી હોય છે. ત્યારે માં-બાપને આ વાતની ખબર પડે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે.

આમ જે રીતે કાજલ ડાન્સ સંચાલકની જાળમાં ફસાઈને પોતાનું સર્વસ્વ લૂંટાવીને ગંભીર ગુનામાં સંડોવાઈ ચૂકી છે તે જોતાં માં-બાપે પોતાની દીકરીઓને ડાન્સ ક્લાસમાં મોકલતા પહેલા તમામ પ્રકારની ખરાઈ તેમજ કલાસના વાતાવરણની માહિતી મેળવી લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...