ભરતી કરાશે:હોમગાર્ડના માનદ વેતનના ડખામાં 2 વર્ષ બાદ ફરીથી ભરતી શરૂ કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમગાર્ડ ભરતીમાં યોગની તાલીમ મેળવેલા ઉમેદવારોને વધુ ગુણ અપાશે
  • ​​​​​​​હોમગાર્ડમા 369 પુરુષ અને 14 મહિલાની ખાલી જગ્યા ઉપર ભરતી કરાશે

ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. છેલ્લે વર્ષ 2019મા ભરતી કરવામા આવી હતી. પરંતુ હોમગાર્ડને આપવામા આવતુ માનદ વેતન અને કામનો સમયગાળો ફિક્સ નહિ હોવાથી ભરતી થયા બાદ ઉમેદવારો નોકરીને છોડી દેતા હોય છે. પરિણામે ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરવી પડતી હોય છે. ત્યારે. હાલમા હોમગાર્ડમા 369 પુરુષ અને 14 મહિલાની ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી હાથ ધરવામા આવી છે.

રાજ્યમા એક તરફ સરકારી નોકરી મેળવવા માટે લાઇનો લાગે છે, બીજી તરફ સરકાર સાથે જ સંકળાયેલી હોમગાર્ડમા નોકરી માટે વારંવાર ભરતી કરવી પડે છે. સરકાર દ્વારા નક્કી કરવામા આવેલુ માનદ વેતનમા ઘર ખર્ચ પણ પુરો નહિ થતા નોકરીએ જોડાયા બાદ ઉમેદવારો થોડા સમયમાં જ નોકરીને છોડી દે છે. ગાંધીનગર જિલ્લામા હોમગાર્ડનુ કુલ મહેકમ 1885 કરાયુ છે, તે પહેલા 1785 હતુ. પરંતુ તાજેતરમા નવી 100 જગ્યાનો વધારો કરાયો છે.

હાલમા જિલ્લા હોમગાર્ડમા 1503 જગ્યા ભરાયેલી છે, ત્યારે 369 પુરુષ અને 14 મહિલાની ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 23થી 31 ઓક્ટોબર જૂના સચિવાલય બ્લોક નંબર 6ની કચેરીએ અરજી કરવાની રહેશે. જ્યારે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ. શારીરિક રીતે સશક્ત પુરુષ ઉમેદવારો દ્વારા 9 મીનીટમા 1600 મીટર દોડ પુરી કરવી પડશે. જ્યારે મહિલા ઉમેદવારોએ 5 મીનીટ 20 સેકન્ડમા 800 મીટર દોડ પુરી કરવાની રહેશે.

તે ઉપરાંત સીસીસી, યોગ મીકેનીકલભ ઇલેકટ્રીકલ, ઓફિસ ઓટોમેશન અને નર્સિગ ટ્રેડનો ડીપ્લોમા અથવા આઇટીઆઇ કરેલા ઉમેદવારોને વધારે ગુણ અપાશે. ઉલ્લેખનિય છેકે, હોમગાર્ડની છેલ્લી ભરતી વર્ષ 2019મા કરાઈ હતી. બાદ ફરીથી જગ્યાઓ ખાલી પડતા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે હોમગાર્ડનુ માનદ વેતન વધારાય તો વારંવાર ભરતી કરવામાંથી મુક્તિ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...