બેરોજગારી:હોમગાર્ડની ભરતીમા ખાલી જગ્યા સામે 5 ગણી અરજીઓ આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલી 383 જગ્યા સામે 2115 અરજીઓના થપ્પા લાગ્યા

દેશમા સૌથી વિકસીત રાજ્ય ગણાતા ગુજરાતમા બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે. સામાન્ય ગણાતી અને માનદ વેતનમા જરૂર પડે ત્યારે બોલાવવામા આવતા હોમગાર્ડની ખાલી પડેલી જગ્યાઓ ઉપર 5 ગણી અરજીઓ આવી છે. ગાંધીનગર જિલ્લા હોમગાર્ડમા ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. ત્યારે મહિલાની 14 ખાલી જગ્યા માટે 87 અને પુરુષની ખાલી પડેલી 369 જગ્યા માટે 2028 ઉમેદવારોએ અરજી કરી છે, તેના ઉપરથી જ ખ્યાલ આવી શકે છેકે, શિક્ષિત બેરોજગારોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે.

શિક્ષિત બેરોજગારીનો આંકડો આગળ વધી રહ્યો છે, તેવા સમયે ઉમેદવારો પોતાની વધારે લાયકાત હોવા છતા ઓછી લાયકાતવાળી નોકરી પસંદ કરે છે. હાલમા જ જિલ્લા હોમગાર્ડમા પુરુષ અને મહિલાની ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી હતી. ત્યારે એક સપ્તાહ દરમિયાન અંતિમ તારીખ સુધી કચેરીમા અરજીઓના ઢગલા ખડકાઇ ગયા છે. હોમગાર્ડની નોકરીમા માનદ વેતન આપવામા આવે છે. જ્યારે કાયમી નોકરી પણ નથી. તેમ છતા ઉમેદવારો દ્વારા અરજી કરવામા આવી છે.

જિલ્લા હોમગાર્ડમા હાલમા 1503 જગ્યા ભરાયેલી છે, ત્યારે 369 પુરુષ અને 14 મહિલાની ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 રાખવામા આવી હતી. જ્યારે અરજી કરનાર પુરુષ ઉમેદવારે 9 મીનીટમા 1600 મીટર દોડ પુરી કરવી પડશે. જ્યારે મહિલા ઉમેદવારોએ 5 મીનીટ 20 સેકન્ડમા 800 મીટર દોડ પુરી કરવાની રહેશે. તેમ છતા 2028 પુરુષ અને 87 મહિલા દ્વારા અરજી કરવામા આવી છે. તેની સામે માત્ર 383 જગ્યાઓ ખાલી છે. ત્યારે 5 ગણા ઉમેદવારો દ્વારા સામાન્ય ગણાતી નોકરી માટે અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...