તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચ-5 પાસે હોમગાર્ડે ભાઇનો પક્ષ લઇ ચાલુ ફરજે ડિલિવરી બોયને માર્યો, યુવકને માથાના ભાગે ઈજા પહોંચી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 યુવકો પાસે આવીને તું મને ઓળખે છે કહી મારામારી કરવા લાગ્યા
  • આ બનાવમાં ચાલુ ફરજે હોમગાર્ડ જવાન માથાકૂટની માંડવાળ કરવાને બદલે ‘મારો ભાઇ છે’ કહી મારવા લાગ્યા

શહેરના ચ5 સર્કલ પાસે મોડી રાત્રે ફૂડ ડીલીવરી કરતો યુવક ઉભો હતો, તે દરમિયાન 3 યુવકોએ તેની પાસે આવીને કહ્યું કે તુ મને ઓળખે છે કહી મારામારી કરવા લાગ્યા હતા. જ્યારે આ બનાવમા ચાલુ ફરજે રહેલા હોમગાર્ડ જવાને માથાકુટની માંડવાળ કરવાની જગ્યાએ મારો ભાઇ છે કહી મારામારી કરવા લાગ્યો હતો. આ બનાવની ફરિયાદ સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાતા આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જય અશોકભાઇ પરમાર (રહે, સેક્ટર 14) સ્વીગીમાં ફૂડ ડિલીવરી બોય તરીકે ફરજ બજાવે છે.

ત્યારે જય ચ5 સર્કલ સેક્ટર-17 પાસે ઊભો હતો, તે દરમિયાન 3 શખ્સ આવીને કહેવા લાગ્યા કે તુ સેક્ટર 14મા રહે છે, મને ઓળખે છે, ત્યારબાદ મે ના પાડતા કહ્યુ કે તુ ધવલ સાધુને ઓળખે છે તે સમયે હા પાડતાની સાથે ત્રણે શખ્સો ડીલીવરી બોય ઉપર તુટી પડ્યા હતા.માર ખાતા ડીલીવરી બોયને બચાવવા માટે એક અલ્ટો કાર ઊભી રહી હતી. ત્યારે આ 3 શખ્સો ભાગવાનો પ્રયાસ કરતા તેમાથી 2 શખ્સને પકડી રખાયા હતા, જ્યારે એક બાઇક લઇને ભાગી ગયો હતો. તે સમયે અહીંયા એક ટ્રાફિક પોલીસનું વાહન આવ્યુ હતુ. જેમાથી 2 હોમગાર્ડ બહાર નિકળ્યા હતા.

તેમાં એક આરોપીનો ભાઇ હતો, હોમગાર્ડ ફરજ ઉપર હોવા છતા મારામારીનું સમાધાન કરવાની જગ્યાએ પોતાની ફરજ ભુલીને ભાઇને સાથ આપવા મારામારી કરવા લાગ્યો હતો. તે સમયે મામલો વધારે ગરમ થઇ ગયો હતો, જેમા સુનિલસિહ નામના વ્યક્તિએ ડિલીવરી બોયના ભાઇને માથામા કડુ મારતા ઇજાગ્રસ્ત થયો હતો, જ્ચારે કાકાના દિકરા જીમિત પરમારને કાન ઉપર માર મારતા ઇજા થઇ હતી. ફરિયાદીએ આરોપીઓ જયરાજ, કિશન પરમાર (હોમગાર્ડ), લાલસિંહ, સુનિલસિંહ રાઠોડ અને અન્ય એક શખ્સ સામે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...