ચૂંટણી પ્રચારમાં સરકારી તંત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયાપુરના ભાજપના ઉમેદવાર કૌશિક જૈને ધાકધમકી આપીને હોમગાર્ડ કમાન્ડન્ટ ઉમેશ પરદેશી સહિતના હોમગાર્ડ જવાનોને પ્રચારમાં ઉતારી દીધા હોવાની ચૂંટણી પંચને ફરિયાદ દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખે કરી છે.
તેમણે કહ્યું હતું કે, ‘રાઇફલ કલબમાં યોજાયેલી બેઠકમાં હોમગાર્ડના જવાનો હાજર હોવાની જાણ ચૂંટણી પંચને ટેલિફોનિક જાણ કરાતા હોમગાર્ડ કમાન્ડન્ટ ઉમેશ પરદેશી કલબમાંથી ભાગી છૂટયા હતા. દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખની ફરિયાદ પ્રમાણે દરિયાપુર વિધાનસભા વિસ્તારની રાયફલ કલબમાં ભાજપના ઉમેદવાર કૌશિક જૈને 1500 માણસોનો જમણવાર રાખ્યો હતો.
આ જમણવારમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ઉમેશ પરદેશી અને અન્ય હોમગાર્ડ જવાનો સિવીલ ડ્રેસમાં હાજર રાખવામાં આવ્યા હતા.આ બાબતની સીસીટીવી કેમેરા જોઇને તપાસ ચૂંટણી પંચ કરે તો સત્ય બહાર આવી શકે તેવી માગ તેમણે કરી હતી. કૌશિક જૈનના કાર્યાલય બે હજાર વ્યકિતનું જમણવાર માટે રસોડું ચાલી રહ્યું છે. તેનો હિસાબ પણ ચકાસવા રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.