રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ મામલે હાઈકોર્ટના કડક વલણ બાદ ગૃહ વિભાગે ચાઇનીઝ દોરી પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવા તેમ જ લોકજાગૃતિ માટે પોલીસ કમિશનરો, જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે. લોકો ચાઇનીઝ દોરીના વેચાણ કે ઉપયોગ અંગે જાણ કરી શકે તે માટે હેલ્પલાઇન શરૂ કરવા પણ સૂચના અપાઈ છે.
સૂચના મુજબ ચાઇનીઝ દોરા, અને તુક્કલથી થતા નુકસાન અંગે તથા તેની પરના પ્રતિબંધનું ચુસ્ત પાલન થાય તે માટે લોક જાગૃતિ કેળવવા પગલાં લેવાશે. એલઇડી સ્ક્રીન પર ઓડિયો-વિઝ્યુઅલ માહિતી પ્રસારિત થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. રાજ્ય સરકાર ચાઇનીઝ દોરા મામલે લેવાયેલાં પગલાં અંગેની વિગતો સોમવારે રજૂ કરશે.
લોકો 100 નંબર પર પણ ફરિયાદ કરી શકશે
ચાઇનીઝ દોરીને લગતી ફરિયાદો 100 નંબર પર તાત્કાલિક અસરથી સ્વીકારવાની સૂચના તમામ જિલ્લા પોલીસને અપાઈ છે. આ અંગેની રોજેરોજની ફરિયાદો જિલ્લા પ્રમાણે અલગ પત્રકમાં ગૃહ વિભાગને રોજ 12 વાગ્યા સુધીમાં ઇ-મેઇલથી મોકલવા તાકીદ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.