તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:આજેે સાંજે 6.39થી 8.59 વાગ્યા સુધી હોળી પ્રગટાવી શકાશે, કોરોનાના વધતા સંક્રમણથી ધૂળેટી નહીં રમી શકાય, હોળીનાં દર્શન કરી શકાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિક્રમ સંવત 2077ની ફાગણ સુદ પૂનમ એટલે કે વ્રતની હોળી પૂર્ણિમા આવતીકાલે રવિવારે 28 માર્ચે અને 29 માર્ચે રંગપર્વ ધૂળેટી છે. ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ ધરાવતા હોળીના દિવસે હોળિકાના પ્રાગટ્ય પછી શિયાળાની ઋતુ વિધિવત્ પૂરી થતી હોવાનું કહેવાય છે. રવિવારે સાંજે 6.39 વાગ્યાથી 8.59 વાગ્યા સુધીના શુભ મુહૂર્તમાં હોળિકાદહન કરી શકાશે.આમ આ વર્ષે હોળી-ધૂળેટી પહેલાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં લઈને સરકારે આ પર્વમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂકવા નિર્ણય કરવામા આવ્યો છે.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળી પ્રગટાવવા માટે ગાયનાં છાણાં, લાકડાં સાથે ઔષધિઓનું શિખર બનાવવું. વચ્ચે લાકડી પર ધજા ગોઠવવી અને હોળીના શિખરની નીચે જમીનમાં ખાડો ખોદીને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાનાં નામ લઈને માટીના 4 કળશ ગોઠવવા. આમ કરવા પાછળ લોકોની આરોગ્ય સુખાકારી સારી રહે તથા ધન-સંપત્તિ વધે, તેવી ભાવના રાખવામાં આવે છે. હોળિકા દેવીના પૂજન વિશે જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટ કહે છે કે અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, સોપારી, નાડાછડી મૂકીને દીપ પ્રગટાવો. તેમજ હોળીનાં દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂર, ધાણી, ચણા, એલચી, ઘૂઘરી, પતાસાં, લાપસી અર્પણ કરવી. હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં એટલે કે 5, 9, 11, 27 કે 108 વાર કરવી જોઈએ.

દર્શનાર્થી પોતાની ઉંમરનાં વર્ષની પૂર્ણ સંખ્યા પ્રમાણે પણ પ્રદક્ષિણા કરી શકે છે. જોકે સગર્ભા કે રજસ્વાલા સ્ત્રી,અતિ બીમાર વ્યક્તિએ પ્રદક્ષિણા કદાપિ ન કરવી. પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટે છે, આરોગ્ય સારું રહે છે, અકાળ સમસ્યા ટળે છે તેમજ નજરબંદી દૂર થાય છે. હોળીની જ્વાળાની દિશા, ધજા ફરકવાની દિશા ઉપરાંત ધજા ક્યારે પડે છે, કઈ દિશામાં પડે છે, પૂર્ણ પડીને કે સળગીને પડે છે કે કેમ? તે વખતે વાયરો કેવો રહે છે? તેના આધારે જાણકાર જ્યોતિષીઓ કે અનુભવીઓ તેમજ વેદ, શાસ્ત્રોના અભ્યાસુઓ તેના આધારે આવી ઘટનાઓનો વરતારો કરતા હોય છે.

રાશિ પ્રમાણેના રંગોથી ધૂળેટી રમવી ગુણકારી
મેષ : કાચો ઘાટો લાલ રંગ
વૃષભ : સફેદ રંગ, શુદ્ધ પાણીમાં ગુલાલ નાખવું
મિથુન : કેસુડાના રંગ સાથે વાદળી રંગ
કર્ક : આછા પીળા રંગમાં થોડું ગંગાજળ ઉમેરવું
સિંહ : ઘાટા લાલ રંગ સાથે કંકુ ઉમેરવું
કન્યા : આસમાની રંગ સાથે કોઈ અન્ય આછા રંગ
તુલા : મિશ્ર રંગો સાથે લાલ રંગનું સાદું પાણી ઉમેરવું
વૃશ્ચિક : લાલ, પીળો અને વાદળી રંગ સાથે કેસુડાનો રંગ
ધન : ચંદન જેવો પીળો રંગ સાથે પીળા રંગનાં પુષ્પો
મકર : કાચો કાળો રંગ કે વાદળિયો ઘાટો રંગ
કુંભ : તાવડી જેવા કાળા રંગ સાથે આંજણ
મીન : ઘાટા પીળા રંગ સાથે ઘાટા પીળા રંગનાં પુષ્પો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો