તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર:હોળી દહનના પગલે વનવિભાગે પ્રતિ મણ 45 રૂપિયાના ભાવે લાકડાનું વેચાણ શરૂ કર્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીને ધ્યાને લઇને મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે

હોળી ધુળેટી પર્વ ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર વન વિભાગ દ્વારા હોળી દહનનાં કાર્યક્રમોનાં પગલે પ્રતિ મણ 45 રૂપિયાનાં ભાવે લાકડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના પગલે આ વર્ષે બે હજાર મણ લાકડાંની જરૂરિયાત રહેવાની છે.

ગાંધીનગરમાં કોરોના સંક્રમણના પગલે હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી પર રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. હોળી-ધૂળેટીના તહેવારને લઇ સામાન્ય સંજોગોમાં લોકો સોસાયટી, શેરી, જાહેર સ્થળો અને ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થઇ જતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની દહેશત વર્તાઈ રહી હોવાથી હાલમાં કોવિડ-19 પરિસ્થિતિ ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ લોકો કરી શકશે. પરંતુ વધુ પડતી ભીડ એકઠી ના થાય તેની જવાબદારી આયોજકો પર ઢોળી દેવામાં આવી છે.

બીજી તરફ કોરોના કહેર વચ્ચે હોળી દહન કાર્યક્રમો યોજાવાના છે. જેના પગલે વનવિભાગ દ્વારા લાકડાનું વેચાણ શરૂ કરી દેવામા આવ્યું છે. વનવિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હોળી દહન માટે લાકડા પુરા પાડવામાં આવશે. જે અંતર્ગત પ્રતિ મણ રૂપિયા 45નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ગત વર્ષે હોળી નિમિત્તે ત્રણ હજાર મણ લાકડાનું વેચાણ થયું હતું. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે રંગોનો તહેવાર ફિક્કો રહેવાનો છે. જેના પગલે લાકડાના વેચાણમાં એક હજાર મણનો ઘટાડો રહેવાની શક્યતાઓ વન વિભાગના સુત્રોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો